ઔઘોગિક વિસ્તાર ધંધાકીય, રહેણાંક વિસ્તાર અને કચરાના વંડાઓમાં આગ લાગતા ફાયર સ્ટાફ દોડતો રહ્યો: કોઇ જાનહાની નહીં
દિવાળીના તહેવાર પર શહેરમાં ઔઘોગિક વિસ્તાર અને રહેણાંક મકાનોમાં મળી કુલ ૪૪ સ્થળો પર આગ લાગવાના બનાવ રાજકોટ ફાયર મથકમાં નોંધાયા હતા. જેમાં કોઇ જાનહાની થઇ હોવાનું જાણવા મળ્યું ન હતું. તહેવાર પર ફાયર બ્રિગેડના સ્ટાફે સર્તક રહી પ્રસંસનીય કામગીરી દાખવી તમામ આગ પર કાબુ મેળવી જાનહાની ટાળી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ દિવાળીના તહેવાર નીમીતે ફડાકડા ફોડતી વેળાએ કારખાના, ઓફીસ, દુકાનો અને રહેણાંક મકાનો મળી કુલ ૪૪ સ્થળો પર આગ લાગ્યા ના બનાવ ફાયર બ્રિગેડમાં નોંધાતા ફાયરના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી હતી. જયારે કોઇ પણ બનાવમાં જાનહાની થઇ હોવાનું જાણવા મળ્યું ન હતું.સાથે વાડા તથા કચરામાં અને વાહનો સળગ્યાના બનાવ પણ ફાયર મથકમાં નોંધાયા હતા.
ફાયર મથકમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની હદમાં કુલ ૩૯ આગના બનાવ શહેરની હદ બહાર ર અને અન્ય ઇમરજન્સી બ બનાવો મળી કુલ ૪૪ બનાવો નોંધાયા હતા જેમાં ઔદ્યોગિક એકમો વિસ્તારમાં જ આગના બનાવો ઓફીસ ધંધાકીય એકમોમાં પ, રહેણાંક મકાનોમાં પ, વાહન સળગ્યાના પ અને સૌથી વધુ વંડા અને કચરામાં આગના કુલ રર સ્થળો પર આગ લાગવાની જાણ થતાં ફાયર મથકના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચી પાણી મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો.