જામનગરમાં શંકરટેકરી ઉધોગનગરમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં સોમવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. શોક સર્કીટને કારણે ગોડાઉનમાં લાગેલી આગ ૧૧૦૦૦૦ લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ ઓલવાઇ હતી.આગ પર કાબૂ મેળવવા ૧૫ ફાયરના જવાનોને ૩ કલાક ૪૦ મીનીટનો સમય લાગ્યો હતો.આગને કારણે ગોડાઉનમાં રાખેલું તમામ પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ્સ બળી ગયું હતું. જામનગર શંકરટેકરી ઉધોગનગરમાં મેલડી માતાજી મંદિર જવાના માર્ગ પર શેડ નં.૪૨૬ માં આવેલા જય અંબે એન્ટરપ્રાઇઝ પ્લાસ્ટીકના ગોડાઉનમાં સોમવારે રાત્રિના ૩.૧૦ કલાકે આગ લાગી હતી.ગોડાઉનમાં પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ્સ રાખવામાં આવ્યું હોય આગે પલવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.આથી આગની જવળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી દેખાવા લાગ્યા હતાં.બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને ફાયર ફાયટરથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.પરંતુ ગોડાઉનમાં પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ્સ હોય આગ બુઝાવવામાં ફાયરના જવાનોને ભારે કવાયત કરવી પડી હતી.ફાયરના જવાનોએ ૧૦૦૦૦ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ૧૧ ગાડીનું ફાયરીંગ એટલે કે ૧૧૦૦૦૦ લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઓલવાઇ હતી.આગ પર કાબૂ મેળવવા ફાયરના જવાનોને ૩ કલાક અને ૪૦ મીનીટનો સમય લાગ્યો હતો.પ્લાસ્ટીકના ગોડાઉનમાં શોક સર્કીટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે.આગને કારણે પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ્સ,કોમ્પ્યુટર સહીતની તમામ વસ્તુઓ બળી ગઇ હતી. પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ્સના ગોડાઉનમાં સદનસીબે મોડી રાત્રીના આગથી જાનહાની ટળી હતી.જો સવારના સમયે ગોડાઉનમાં આગ લાગી હોત તો કામદારો અને અન્ય કર્મચારીઓના જીવ જોખમમાં મૂકાયા હોત.
Trending
- 2025 માટે નવી-જનરલ સ્કોડા સુપર્બ ઇન્ડિયા કારના લૉન્ચીંગને મળ્યું સમર્થન
- અમદાવાદના ગાંધી આશ્રમ રોડથી અવરજવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર
- ગાંધીધામમાં રાત્રીથી સવાર દરમિયાન બન્યા કુલ ત્રણ આગના બનાવો
- મોરબી : રઘુવંશી સમાજ દ્વારા જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી
- વ્યસ્ત જીવનમાંથી સમય લઈ પરિવાર સાથે રજાઓ મનાવો, ભારતના સ્થળો પર બનાવો સુંદર યાદો
- શું તમારા ઘરે પાર્ટી છે ? 10 મિનિટમાં બનાવો ક્રિસ્પી નમક પારે, મહેમાનો થશે ખુશખુશાલ
- શિયાળાની રોમાંચક સફર !! હિમાચલના આ સ્થળો છે ખૂબસૂરત
- સ્વાદ સાથે પોષણ !! જો તમારું બાળક દૂધ ન પીતું હોય તો ટ્રાઇ કરો એપલ ઓટ્સ સ્મૂધી