દિવાળીના દિવસો નજીક આવી રહ્યાં છે.દીપાવલીનો દિવસ એટલે ભગવાન રામ ૧૪ વર્ષે વનવાસ પૂણે કરી અયોધ્યામાં પદાર્પણ કરે છે તે ઐતિહાસિક ક્ષણ
પ્રભુ રામ અયોધ્યામાં પધારી રહ્યાં હોય રૈયતને – નગરજનોને ખુશી થાય તે સહજ અને સ્વાભાવિક છે.આવા પ્રસંગે ફટાકડા ફોડીને આનંદ વ્યકત કરવા કરતાં અન્ય રીતે પણ ખૂશી દશોવી શકાય છે.કારણકે આપણે માત્ર મનનાં થોડા મનોરંજન અને માની લીધેલો ખોટો આનંદ મેળવવા માટે કેટલું બધું નુકસાન કરી રહ્યાં છીએ.
ફટાકડા ફોડવાથી આર્થિક, આરોગ્ય, આધ્યાત્મિક એમ દરેક પ્રકારે નુકસાન થાય છે.કાળઝાળ મોંઘવારીમાં અમુક લોકોને બે ટાઈમ પૂરૂ ખાવાનું પણ મળતું નથી,શરીર ઢાંકવા પૂરતાં વસ્ત્રો પણ મળતાં નથી,શાંતિથી સૂવા પણ મળતું નથી.અનેક લોકો રેલ્વે અને બસ સ્ટેશને તો કયારેક ફૂટપાથ ઉપર ભૂખ્યા તરસ્યા પડ્યા રહે છે.હજારો રૂપિયાનો ધૂમાડો કરતાં પહેલાં આવા જરૂરીયાતમંદ લોકોનો પણ વિચાર કરજો. આરોગ્યની દ્રષ્ટિએ ફટાકડાના એ ઝેરી ધૂમાડાથી શ્ર્વાસ અને ફેફસાની ગંભીર બિમારીઓ થાય છે…!આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ફટાકડા ફોડવાથી છ કાય જીવોની હિંસા થાય છે.ફટાકડાના અવાજથી બિચારા બાપડા અબોલ પશુઓ ભયભીત થઈ જાય છે. કબૂતર,ચકલી વગેરે પંખીઓ જીવ બચાવવા અંધારામાં ઈલેકટ્રીક તારમાં અથડાઈ – ફસાઈ અને મરી જાય છે.ફટાકડાની એ ફૂલઝર કે ભમ ચકરડી હજારો કીડી મકોડા,પતંગિયાના પ્રાણ હરી લે છે. જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા જણાવે છે કે દિપાવલીનો દિવસ એટલે અનંત ઉપકારી ચરમ અને પરમ તીથઁકર પરમાત્મા મહાવીરનો નિવોણ દિવસ.જૈનો તો પ્રાય : કરી ફટાકડા ફોડતા જ નથી.ઘરના કોઈ સભ્ય પરલોકે પ્રયાણ કરે તો ફટાકડા થોડા ફોડાય…? આ તો આપણા શાસનપતિ પ્રભુ મહાવીરનો નિવોણ દિવસ.આ દિવસે તો અનેક આત્માઓ પૌષધ વગેરે કરી તપ – ત્યાગમાં રત રહે છે.વીર સ્તુતિ ” પુચ્છિસૂણં “ના રણકાર ગૂંજતા હોય છે.દિપાવલી – મહાવીર નિવોણના દિવસે આત્માને પાંચ ઈન્દ્રિયના વિષય અને અઢાર પાપોથી દૂર રાખવા પ્રયત્નશીલ બનવાનું તેમ જ્ઞાની ભગવંતો ફરમાવે છે.પાપથી પાછા વાળે તેને પવે કહેવાય.