ઓઈલના ટાકામાં લાગેલી આગથી મોટુ નુકશાન: રાજકોટ ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી
શાપર-વેરાવળના કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ખાટલે મોટી ખોટ હોય તેમ ફાયરની સુવિધા નહીં હોવાથી રાજકોટથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.
રાજકોટના સૌથી મોટા ઔદ્યોગીક એકમ એવા કોટડા સાંગાણીના શાપર વેરાવળમાં એસઆઈડીસી રોડ પર આવેલા શક્તિ હિટ ટ્રીટમેન્ટ નામના જોબવર્કના કારખાનામાં સાંજના સુમારે ઓઈલના ટાંકાના ભાગમાં આગલાગી હતી. આ અંગે કારખાનાના માલીકે ફાયર ટીમને જાણ કરી હતી.રાજકોટથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની ગયો છે.
શાપર-વેરાવળ રાજકોટ જિલ્લાનો મોટો ઔદ્યોગીક એકમ હોવા છતાં અહીંયા ફાયરની કોઈ સુવિધા તંત્ર દ્વારા ફાળવાઈ નથી. ત્યારે આ વિસ્તારમાં જયારે પણ કોઈ આગના બનાવ સામે આવે ત્યારે રાજકોટ અથવા ગોંડલથી ફાયરની ટીમ આવે છે તો શાપર વેરાવળમાં સ્થાનિક કક્ષાએ ફાયરની ટીમ હોય તો રાહત મળી શકે તેમ છે.