અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલામાં મહુવા રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસેના ફટાકડાના મહાકાય ગોડાઉનમાં ગઈકાલ રાત્રીના અચાનક ધડાકાભેર આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. બનાવવાની ચાર ફાયર ની ટીમને થતા સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી મહા મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ગ્રેટ ગોડાઉન ના અંદર સુધી પસી ગઈ હોવાથી ફાયર ની ટીમને ત્યાં સુધી પાણી પહોંચાડવા માટે જેસિબિની મદદથી દીવાલો તોડી પાડવામાં આવી હતી.
જેસીબીની મદદથી ગોડાઉનની દીવાલો તોડાવી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
વિગતો અનુસાર સાવરકુંડલામાં આશરે પાંચ જેટલા ફટાકડાના જથ્થાબંધ સ્ટોકિસ્ટોએ મોટી માત્રામાં ગોડાઉનોમાં ફટાકડા સંગ્રહી રાખ્યા છે.અને બે થી ત્રણ તાલુકામાં રિટેઈલિંગ અહીથી જ થાય છે. જેમાં દીપભાઈ ખુમાણ નામના સ્ટોકિસ્ટના ગોડાઉનમાં રાતના નવ વાગ્યાના સુમારે મોટા ધડાકાઓ થતા આગ લઈ હતી અને આગ લાગતા પાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવી હતા. પણ ધડાકાઓ ચાલુ જ હતા એથી પાણીનો મારો કેવી રીતે કરવો એ ફાયરમેનોને મૂંઝવણ થઈ ગઈ હતી.આખરે અહી જેસીબી બોલાવવામાં આવ્યું હતુ. તેણે ગોડાઉનની દીવાલો તોડીને જગ્યા કરી દીધી હતી.
પ્રચંડ ધડાકાના કારણે આસપાસના મકાનોની કાચની બારીઓ પર તુટી ગઈ હતી
બાદમાં બે ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો બોલાવ્યો હતો. આમ છતા આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતુ.ફાયરબ્રિગેડનાજવાનોએ ફૂટતા ફટાકડાના જોખમ વચ્ચે આગને કાબૂમાં લેવા પ્રયાસો જારી રાખ્યા હતા. પરંતુ મહા મહેનત બાદ વહેલી સવારે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ આગ લાગી હતી ત્યારે પ્રચંડ વિસ્ફોટ થતા ગોડાઉનની આસપાસના મકાનની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા અને લોકોને ભૂકંપ જેવી ભીતિ સર્જાઈ હતી.