સુરતમાં આગની બનેલી દુર્ધટના અનુસંધાને રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજ ખાતે વિઘાર્થીઓ માટે ખાસ ફાયરથી બચવાની ટ્રેનીંગ અને માર્ગદર્શન માટેનો કાર્યક્રમ યોજાયો હતો.લાઇવ ફાયરની ટ્રેનીંગનો અંદાજે ૧પ૦ થી વધુ વિઘાર્થીઓએ લાભ લીધો હતો અને સંપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.
કુદરતી આફતથી જીવ કેવી રીતે બચાવવો? તેનું માર્ગદર્શન અપાયું? અલ્પા શેઠ
અબતક સાથેની વાતચીતમાં અલ્પાબેન શેઠ એ જણાવ્યું હતું કે યોગા ટીચર છું. આ પ્રોગરામમાં જયારે કુદરતી આફત આવે અથવા એવા કોઇ સંજોગ ઉભા થાય છે. ત્યારે આપણે આપણી જાત બચાવી હોય અને અચાનક એ તકલીફમાંથી બચવા શું કરવું અને એ આફત નો સામનો કરવાની બદલે કરી જતા હોય છે. જો પહેલેથી જ વિઘાર્થીઓને કે લોકોને એવું માર્ગદર્શન આપેલું હોય કે કુદરતી આફતમાં શું કરવું તે અંગે સીવીલ હોસ્પિટલના ડો. મહેન્દ્રભાઇ એ. બધેદજે લોકોને આ અંગેની માહીતી આપવા આ કાર્યક્રમ ગોઠવાયો હતો.
વિઘાર્થીઓમાં જાગૃતિ લાવવા પ્રેકટીકલ તાલીમ અપાઇ: ડો. મહેન્દ્ર ચાવડા
અબતક સાથેની વાતચીતમાં મેડીકલ હોસ્પિટલ પીડીઓ ઓફીસર ડો. મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું કે, તેઓ મેડીકલ કોલેજ રાજકોટમાં સર્વીસ કરે છે. થોડા સમય પહેલા સુરતમાં બનેલી ઘટના ને લઇને સોસાયટીના રહીશો એ જણાવ્યું કે જો આવા પ્રકારની ધટના નીવારી શકયા હોય અને વિઘાર્થીઓમાં જાગૃતિ હોત તો ધરતી કંપ ફાયર પુરજેવી ધટનામાં શું કરવું તેવી સમજણ જરુરી છે. માટે ડીનની પરવાનગી લઇને એક પ્રેકટીકલ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.નાના બાળકો કે ફાયર ને લઇને બનતી ધટનાથી કઇ રીતે સાવચેતી રાખવી અને ઇમરજન્સી વખતે જોડાઇ પણ સાધનો તમારી પાસે હોય તેનો કંઇ રીતે ઉપયોગ કરવો અને સુરતમાં જે ધટના બની હતી તેમાં બાળાઓ ચુંદડી પહેરતી હોય તો ચુંદડી સાથે નીચે ઉતરી શકાય એવી તાલીમ પણ અહી યોજાઇ હતી. આ ઉપરાંત શેડ અકસ્માત થાય ત્યારે શું કરવું તે અંગેની તાલીમ પણ આપીશું.