અન્ય સંસ્થાઓને ફાયર સેફટીનાં પાઠ ભણાવતા અધિકારીઓની કચેરીમાં જ લોલમલોલ : અધિકારીઓએ જાગૃત થવાની જરૂર
ધ્રાંગધ્રા મામલતદાર કચેરીનુ તંત્ર હજુ પણ ઉંઘમા હોય તેમ લાગી રહ્યુ છે. જેમા ધ્રાંગધ્રા સેવા-સદન ખાતે દરરોજ હજારો લોકોની અવર-જવર રહે છે પરંતુ અહિ સેફ્ટી માટેના સાધનોની એક્સપાઇરી ડેટ વષોઁથી પુર્ણ થયેલી જોવા મળી હતી. ધ્રાંગધ્રા સેવા-સદનમા મામલતદાર તથા ડે.કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની ચેમ્બરો છે. જ્યારે હાલમા સુરતની ઘટના બાદ ધ્રાંગધ્રા ડે.કલેક્ટરના આદેશથી મામલતદારની ટીમ દ્વારા ધ્રાંગધ્રા પંથકમા ચાલતા ખાનગી ટ્યુશન ક્લાશીસોની તપાસ હાથ ધરી હતી પરંતુ ધ્રાંગધ્રા સેવા-સદન કચેરીમા અધિકારીઓની સતત હાજરી વચ્ચે જ અહિના ફાયરસેફ્ટી સાધનો નકામા જોવા મળ્યા હતા. જેમા તમામ ફાયર સેફ્ટીના સાધનો એક્સપાઇરી ડેટ પુર્ણ થયાને 2 વર્ષ વિતી ગયા હોવા છતા પણ આજ રીતે સાધનોને માત્ર મ્યુઝીયમમા મુક્યા હોય તે પ્રમાણે દાખાવમા રખાયા છે. કોઇપણ સમયે અહિ દુર્ઘટના ઘટે ત્યારે પાણી આવે પાર બાંધવા જેવી સ્થિતી સર્જાય તેમ છે આ બનાવને પગલે સ્પષ્ટ થયુ હતુ કે તંત્ર પોતે જ આવી ઘટનાઓના અગ્યમચેતીના ભાગરુપે નિષ્ક્રીય છે તો પછી મોટી મોટી ડંફાસો મારી અન્ય લોકોને કઇ રીતે સેફ્ટી રાખવાનુ સમજાવી શકે ? ત્યારે ધ્રાંગધ્રા મામલતદાર કચેરીમા ફાયર સેફ્ટીના એક્સપાઇરી ડેટ પુર્ણ થયેલા સાધનો બાબતે અહિના ડે.કલેક્ટર ભાવેશ દવેને પુછતા તેઓ દ્વારા જણાવાયુ હતુ કે “આ બાબત પોતાને ધ્યાને આવી નથી” પરંતુ બે વર્ષથી પુર્ણ થયેલી આવળદાના સાધનો વિષયે તેઓ અહિની કચેરીમા છેલ્લા આઠેક મહિનાથી દરરોજ હાજરી આપે છે છતા આ માહિતી તેઓના ધ્યાને નહિ આવવાનો ઉડાવ જવાબ આપતા ડે.કલેક્ટર પોતે પણ નિષ્ક્રિય હોવાનુ છતુ થયુ હતુ. તેવામા ધ્રાંગધ્રા સેવા-સદનમા કોઇપણ સમયે દુર્ઘટના ઘટે તો તેનુ જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉદભવ થયો હતો.