જૂનાગઢ જાંઝરડા રોડ વિસ્તારમાં ગાયત્રી સ્કુલ સામે ધમધમતા ટ્થુશન ક્લાસને મહા નગરપાલિકા દ્વારા શીલ કરાયો જૂનાગઢ ફાયર એન ઓ સી વગર ચાલતો ટ્યુશન ક્લાસ શીલ
ક્લાસીસ સંચાલકનું ક્લાસ શરુ નહી ફક્ત વિધ્યાર્થીઓને મળવા બોલાવ્યાનું રટણ
સતત્ કાર્યવાહીથી ટ્યુશન સંચાલકોમાં ફફડાટ
જૂનાગઢ જીલ્લા કલેકટરના જાહેરનામા બાદ પણ મહા નગરપાલિકા વિસ્તારમાં છુટા છવાયા ખુણે ખાચે વ્યવસ્થા ગોઠવી ટ્યુશનીયા શિક્ષકો પોત પોતાના હાટળા ધમધમાવી રહ્યાની વિગતો મહા નગરપાલિકા ફાયર શાખાને ખાનગી રાહે બાતમી મળતા આજે વધુ એક વખત ચેકીંગ હાથ ધરતા જાંઝરડા રોડ વિસ્તારમાં ગાયત્રી સ્કુલ સામેના કોમ્પ્લેક્સ ના બીજા માળેથી જૂનાગઢ સ્ટડી સેન્ટર નામથી ચાલતી સંસ્થા જડપાય હતી સંસ્થાના સંચાલક શ્રેયસ સિણોજીયા ટ્યુશન ક્લાસીસ શરુ નહી પણ વિધ્યાર્થી ઓને મળવા બોલાવ્યાનું રટણ કર્યું હતું ઓચિંતા કાર્યવાહી હાથ ધરાતા શહેરના ખુણે ખાચે વ્યવસ્થા ગોઠવી હાટડા ચલાવતા શિક્ષકો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.
આ અંગે વધુ પ્રાપ્ત માહિતી અનુસાર જાજા સમયથી મહા નગરપાલિકા વિસ્તારમાં ટ્યુશનીયા શિક્ષકો કલેકટરનું જાહેર નામુ હોવા છતાં જાહેર નામાની અવગણના કરી મનમાની ચલાવી રહ્યા હતા અધીકારીઓની વારંવારની ચેતવણી પછી પણ આ લોકો તંત્રને ગાંઠી રહ્યા ન હતા જેનાં કારણે સતત આવા તત્વો પર મહા નગરપાલિકાની વોચ ચાલુ હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળતા જાંઝરડા રોડ પર ગાયત્રી શ્કુલ સામે આવેલ મેરીયોટ પ્લાઝા બીજા માળે છાપો માર્યો હતો સંચાલક શ્રેયાંસ સિણોજીયા ને કાર્યવાહીની ગંધ આવી જતા બાજુના ફર્નીચર સોરુમમાં વિધ્યાર્થીઓને સંતાવા સુચના અપાઈ હતી છતા ફાયર શાખાના સ્ટાફને વિધ્યાર્થીઓ નજરે ચડતા તમામને રજા આપી ઘરે જવા રવાના કરાયા હતા અને ક્લાસીસને શીલ કરવામાં આવ્યુ હતું.
કાર્યવાહી હાથ ધરવામાં ફાયરના ફાયર અધિકારી ભૌમિક મીસ્ત્રી, રાજીવ ગોહેલ, યશપાલ પરમાર, રેવન્યુ શાખાના ભરતભાઇ જોષી, ભીખુભાઇ વદર સહિતનો સ્ટાફ જોડાયો હતો.