અધિકારીઓ અને પદાધિકારીઓએ પીડિતોની મુલાકાત લઈને માનવતા બતાવી: તંત્ર દ્વારા પીડિતોની રહેવા–જમવાની વ્યવસ્થા કરાઈ
સુરેન્દ્રનગરના દુધરેજમા આવેલ વાણવટી વિસ્તારમા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.આગ લાગતા સુરેન્દ્રનગરની બે ફાયર ફાઈટર ટીમ ધટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવયો હતો આગ કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ૧૫થી વધુ ઝુપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.
આ આગ લાગવાનુ કારણ ચુલા સળગાવતી વખતે આગ લગી હતી. આ બાબતે જીલ્લા કલેક્ટર કે.રાજેશ. નગરપાલિકાના પ્રમુખ વિપિન ટોલીયા સહિતની ટીમ ધટનાસ્થળે પહોંચી હતી અને આગ લાગી હતી એ જગ્યા મુલાકાત લઈને તમામ લોકો સાથે વાત ચિત કરી અને જેઓને નુકશાન થયેલ તમામ તાત્કાલિક સહાય મળે તે માટે સરકારને રીપોટે મોકલવામાં આવ્યો છે અને આગામી સમયમાં તમામ લોકોના ખાતામાં ૩૦૦૦૦ જેટલી રકમ સરકાર તરફથી અને ૧૦૦૦૦ જેટલી રકમ જુદી જુદી સંસ્થાઓ અને લોકફાળો કરીને આપવામાં આવશે તેમજ ૧૦ દીવસ માટે તંત્ર દ્રારા તમામ પરિવારની રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેવી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેશ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા અને એમની ટીમ અને પૂર્વ સદસ્ય રાજભા રાણા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા, હેરમાં અને નગરપાલિકાના કર્મચારી ડીપી રાણા રામાનુજ ભાઇ આજે સવારે દુઘરેજ વહાણવટીનગરમાં ઝુંપડામાં આગ લાગી તે તમામ ઝુંપડાવાસીઓને અત્યારે આશ્રય ઘર જે પ્રમુખ હોસ્પિટલ પાસે છે ત્યાં લાવીને પ્રેમથી હરખભેર જમાડીયા અને હવે જયાં સુઘી તેમના ઘર ન બને ત્યાં સુઘી રેહવાનુ અને બને ટાઇમ જમાડવાની જવાબદારી પ્રમુખ વીપીનભાઇ ટોલીયા અને તેમની ટીમે અને નગરપાલિકા ચીફ ઓફિસર અને કર્મચારીઓ અને અઘીકારી ઓ એ લીઘી છે.