સુરત: સંમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી રહ્યાં છે, ત્યારે આવામાં હોસ્પિટલોમાં આગના બનાવો પણ છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહ્યાં છે. શહેરના લાલ દરવાજા ખાતે આવેલા પરમ ડોક્ટર હાઉસ બિલ્ડિંગમાં 5મા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઇસીયુના કોરોના વોર્ડમાં એસીમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગતાં ભાગદોડ મચી હતી. ફાયરબ્રિગ્રેડ આઇસીયુ વોર્ડમાં દાખલ 19 કોરોના દર્દીને રેસ્ક્યૂ કર્યા હતા.
સુરત લાલદરવાજા ખાતે આવેલ પરમ ડૉક્ટર હાઉસના 5માં માળે આવેલી આયુષ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરેલી છે. જેમાં કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. એવામાં ગઈકાલે રાત્રે સાડા અગિયારની આસપાસ ICUના કોવિડ વોર્ડમાં 11.30 કલાકે એસીમાં શોર્ટસર્કિટ થતાં આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. ફાયરબ્રિગ્રેડ આઇસીયુ વોર્ડમાં દાખલ 19 કોરોના દર્દીને રેસ્ક્યૂ કર્યા હતા.
કોવિડ વોર્ડમાં આગના પગલે ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને બહાર તેમના સ્વજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે આ ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બચાવા કામગીરી હાથ ધરી હતી.