ફાયરબ્રિગેડની ૨૪ જેટલી ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. કાપડના ગોડાઉનમાં આગ લાગતાં એક દીવાલ પડી, ૧૮-૨૦ જેટલા લોકો ફસાયા
ગુજરાતમાં બનેલા આગના બનાવોમાં ૩૧ ટકાથી વધુ બનાવો તો અમદાવાદ ફાયર વિભાગમાં નોંધાયા
શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલા કાપડના ગોડાઉનમાં બપોરે આગની ઘટના બની છે, જેને પગલે ફાયરબ્રિગેડની ૨૪ જેટલી ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. કાપડના ગોડાઉનમાં આગ લાગતાં એક દીવાલ પડી ગઈ હતી, જેમાં ૧૮-૨૦ જેટલા લોકો ફસાયા હતા. આ ૧૨માંથી ૯નાં મોત થઈ ગયાં છે તેમજ ૨ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ફાયરબ્રિગેડની ૨૪ ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં રાજ્યમાં ૭૩૩૦ જેટલા આગના બનાવ બન્યા હતા, જેમાં સૌથી વધુ આગ બનાવો અમદાવાદ શહેરમાં નોંધાયા હતા, જેને કારણે મિલકતોને કરોડો નુકસાન થયું હતું. આમ જોવા જઇએ તો રાજ્યમાં દરરોજ ૨૧ જેટલા આગના બનાવો બને છે. જ્યારે ટકાવારીની દૃષ્ટિએ જોઇએ તો ગુજરાતમાં બનેલા આગના બનાવોમાં ૩૧ ટકાથી વધુ બનાવો તો અમદાવાદ ફાયર વિભાગમાં નોંધાયા હતા. જ્યારે ૨૦૧૮-૧૯માં મળેલા ફાયર કોલ મુજબ ૨૧૨૩ જેટલા આગના કોલ મળ્યા હતા.શહેરમાં ૨૦૧૭-૧૮ના વર્ષ દરમિયાન બનેલી આગની ઘટનામાં પ્રજાને ૬૯.૨૦ કરોડનું નુકસાન થયું હતું અને ૩૫ લોકો જીવતા ભુંજાયા હતા. જોકે ફાયરબ્રિગ્રેડે ૯૬ લોકોને રેસ્કયૂ કરીને ૮૩.૭૭ કરોડની માલ-મિલકત બચાવી હતી. રાજ્યની સૌથી સારી ફાયર ટીમની કામગીરી અમદાવાદ ફાયર વિભાગમાં જોવા મળી છે. અમદાવાદ ફાયરબ્રિગેડ પાસે લોકોને રેસ્ક્યૂ કરવા, આગ બુજાવવાના અતિઆધુનિક સાધનો છે. જાણવા મળતી વિગતો મુજબ
શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલા કાપડના ગોડાઉનમાં બપોરે આગની ઘટના બની છે, જેને પગલે ફાયરબ્રિગેડની ૨૪ જેટલી ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. કાપડના ગોડાઉનમાં આગ લાગતાં એક દીવાલ પડી ગઈ હતી, જેમાં ૧૮-૨૦ જેટલા લોકો ફસાયા હતા. આ ૧૨માંથી ૯નાં મોત થઈ ગયાં છે તેમજ ૨ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે