કર્મચારીઓને આવી દુર્ઘટનાનો સામનો કેવી રીતે કરવો, સલામત જગ્યાએ કેમ પહોચવું વગેરેની સૈધ્ધાંતિક સમજણ અપાઈ
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ. જે રાજકોટ ડેરી તરીકે જાણીતી છે. રાજકોટ ડેરીના આશરે ૬૫૫૦૦ સભાસદો દ્વારા રોજીંદુ ૪,૫૨,૦૦૦ કિલો દૂધ સંપાદન કરવામાં આવે છે. તેમજ અમૂલ બ્રાન્ડ હેઠળ જુદી જુદી દૂધની પેદાશોની પ્રોસેસ અને વેચાણ કરે છે.
ગત મંગળવારે રાજકોટ ડેરી ખાતે એડમીન વિભાગમાં એરક્ધડીશનમાં આગ લાગવાનાં સંદર્ભે ફાયર મોકડ્રીલા યોજવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લીધેલ અને આગ જેવી દૂર્ઘટના બને તો કેવી રીતે આવી ઘટનાનો સામનો કરવો તેમજ કઈ રીતે સલામત જગ્યાએ પહોચવું તેની સમજણ સૈધ્ધાંતિ માર્ગદર્શન તેમજ પ્રેકટીકલ ફાયર ડ્રીલ દ્વારા દરેક કર્મચારીઓને જાણકારી આપવામાં આવેલ હતી. રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાની આગેવાની તેમજ જનરલ મેનેજર વિનોદભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક ફાયર મોકડ્રીલ યોજાયેલ.