શોક સર્કિટથી આગ ભભૂકી: ચાર કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડ સ્ટાફે આગ બુઝાવી
આજી ડેમ ચોકડી નજીક આવેલા માંડા ડુંગર પાસે ગુજરાત પ્લાસ્ટીક નામના કારખાનામાં વહેલી સવારે ઇલેકટ્રીક શોક સર્કિટના કારણે આગ ભભૂકતા અંદાજે રૂ.૧૫ લાખનું નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડ સ્ટાફે ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી છે.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુંભારવાડા શેરી નંબર ૧માં રહેતા યામિનભાઇ મહંમદભાઇ ગાંજાના માંડા ડુંગર પાસે આવેલા ગુજરાત પ્લાસ્ટીક નામના કારખાનામાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી હતી. ફાયર બ્રિગેડ સ્ટાફને આગ લાગ્યાની જાણ થતા સાત જેટલા ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલવા આગ બુઝાવી નાખી છે.
આગના કારણે મશીનરી અને પ્લાસ્ટીકનો જથ્થો સળગીને રાખ થઇ જતા અંદાજે રૂ.૧૫ લાખનું નુકસાન થયાનું યામિનભાઇ ગાંજાએ જણાવ્યું છે. બીસલેરીની પ્લાસ્ટીકની બોટલ ઓગાળી રિ સાઇકલીંગ કરી પ્લાસ્ટીકના દાણા અને પ્લાસ્ટીકના ગઠા બનાવવાના મશીન સંપૂણ રીતે સળગી ગયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com