દેશની રાજધાની દિલ્હીમાં પિતમપુર વિસ્તારના બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. કરૂણાંતિકા એ છે કે, આ ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા હતા. જયરે એક ઇજાગ્રસ્ત થયા હતા. આગની ઘટના સર્વપ્રથમ પ્રથમ માળે લાગી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા જ 8 ફાયર ફાઈટર ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા.
7 લોકોને બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
સ્થાનિક પોલીસની મદદથી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
અને ઇજાગ્રસ્તોને બાબુ જગજીવન રામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ 6 લોકોના મોત નીપજ્યા હોવાનું ખૂલ્યું હતું જેમાં 4 મહિલાઓનો સમાવેશ થયો છે. ઘટનાની એક કલાકમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. હાલ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ તપાસ જે તે વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે.
આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે તંત્રએ અગમચેતીના પગલે કોઈક નક્કર સિસ્ટમ વિકસાવવી ખુબજ જરૂર છે. ઇજાગ્રસ્તો અને પૂરતી અને યોગ્ય રીતે સારવાર આપવામાં આવી રહી છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા પણ આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે