રાજકોટ-ગોંડલ હાઇવે પર શાપર નજીક સીએનજી પેટ્રોલ પંપ પાસે ઘાસ ભરેલા ટ્રકમાં અચાનક આગ ભભૂકતા હાઇવે પર નાસભાગ મચી ગઇ હતી. ટ્રક ચાલકે સમય સુચકતા સાથે ટ્રકને સાઇડમાં ઉભો રાખી નીચ ઉતરી ગયો હતો. આગની ઘટના અંગે ફાયર બિગ્રેડને જાણ થતા ફાયર બિગ્રેડ સ્ટાફે ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. કેશોદથી ભૂજ લઇ જવાતા ઘાસનો જથ્થો અને ટ્રક આગના કારણે સળગીને ખાખ થઇ ગયો છે. સીએનજી પંપ નજીક જ ઘાસ ભરેલા ટ્રકમાં લાગેલી આગની ઘટનાની ગંભીરતા સાથે ફાયર બિગ્રેડ સ્ટાફે સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો. મોટી દુર્ઘના સર્જાવવાની દહેશત સાથે દોડધામ મચી ગઇ હતી. આગ લાગવાની ઘટના અંગે પોલીસે એફએસએલની મદદ લઇ તપાસ હાથધરી છે.
Trending
- શું તમે માથાના દુઃખાવાથી રાહત મેળવવા માંગો છો? તો અપનાવો આ સરળ ટિપ્સ
- 99% લોકોને નહિ ખબર હોઈ: મોબાઈલની સ્ક્રીનને માત્ર 10 રૂપિયામાં રિપેર કરી શકાશે
- ટ્રમ્પ 2.0: ટ્રમ્પના ‘કાર્ડ’ ભારતને કેવી અસર ઉભી કરશે?
- જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ સ્પેશિયલ સ્ટેટનો ઠરાવ પાસ કર્યો
- ભીમે ‘એક જ રાતમાં’ નિર્માણ કર્યો ચિત્તોડગઢનો કિલ્લો !!
- છઠ્ઠ પૂજાના દિવસે વાળ અને દાઢી મુંડાવી શકાય?
- શું ગર્ભાવસ્થા દરમિયાન વજન વધવું માતા અને બાળક માટે સારું છે..?
- કાગળ પર ચાલતી દિલ્હીની 16 જયારે રાજસ્થાનની 5 સ્કૂલોની સીબીએસઈએ માન્યતા રદ કરી