ઇલેકટ્રીક શોક સર્કિટના કારણે આગ ભભૂકી
શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી વેલક્યુટ રીમેડીસ કંપનીના હર્બલ મેડિસીનના ગોડાઉનમાં વહેલી સવારે ઇલેકટ્રીક શોક સર્કિટના કારણે આગ ભભૂકતા અંદાજે રૂ.૪ કરોડનું નુકસાન થયું હતું. આગને ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીનો મારો ચલાવી બુઝાવી નાખી છે.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર-વેરાવળ કાતેની વેલકયુટ રિમેડીસ કંપનીના હર્બલ મેડિસીન નામના ગોડાઉનમાં વહેલી સવારે આગ ભભૂકતા આર્યુવેદીક દવાનો જથ્થો સળગીને ખાખ થઇ ગયો હતો.
આગ બુઝાવવા ગોંડલ, શાપર અને રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી બુઝાવી નાખી હતી. આગના કારણે રૂ. ૪ કરોડનું નુકસાન થયાનું કંપનીના ભાગીદાર સુરેશભાઇએ જણાવ્યું હતું.