આપણામાંથી અનેક લોકો પોતાની કારમાં પાણીની બોટલ સાથે રાખવાની આદત ધરાવે છે સાથે જ આપણામાંના મોટાભાગના લોકો પ્લાસ્ટિકની બોટલ વાપરતા હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે આવું કરવાથી કેટલો ખતરો થાય છે? માત્ર એક ભુલ અને તમારા કાર ભસ્મીભૂત તમે પણ વિચારતા હશો કે પ્લાસ્ટિકની બોટલથી ગાડીમાં આગ કઇ રીતે લાગી શકે?
અમેરીકાના ઇડાહોમાં રહેનારા એક વ્યક્તિએ ગાડીમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને રહેવા દીધું હતું. તડકામાં પાર્ક કર્યા બાદ તે વ્યક્તિ વ્યસ્ત થઇ ગયો હતો.
જ્યારે તેણે પાછા આવીને ગાડી ખોલીને જોયુ તો કારની સીટથી ધુમાડો નીકળી રહ્યો હતો. જેમકે આપણે સો જાણીએ છીએ તેમ મેગ્રફાઇકા ગ્લાસથી પસાર થતી રોશનીથી પણ આગ લાગી શકે છે. આ જ રીતે પ્લાસ્ટિકની બોટલની પણ સુરજની રોજની પસાર થાય છે અને કારની સીટ પર પડી બોટલે કારની સીટમાં આગ લગાડી દીધી હતી. વ્યક્તિ પાછો આવ્યો અને દુર્ઘટના ટળી ગઇ હતી. આ રીતે થતા બનાવોથછી બચવા કારમાં પ્લાસ્ટિક બોટલ રાખવી નહી.