રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાઈ મોકડ્રીલ
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની રેટીના હોસ્પિટલ, પરમ હોસ્પિટલ, જી.ટી.શેઠ હોસ્પિટલ, સેલસ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, માહી ન્યુ બોર્ન કેર હોસ્પિટલ, નક્ષકિરણ હોસ્પિટલ, ઓલમ્પસ હોસ્પિટલ, સારથી હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોકડ્રીલ દરમ્યાન 9 હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એ.કે.દવે, શ્રી એફ.આઇ.લુવાની, આર.એ.જોબણ, એમ.કે.જુણેજા, શ્રી એ.બી.ઝાલા, આર.એ.વિગોરા, એચ. પી. ગઢવી, ઇન્ચાર્જ સ્ટેશન ઓફીસર આર.પી.જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવ્યું હતુ.