- શોર્ટ સર્કિટના કારણે આગ લાગી : ગણતરીની મિનિટોમાં ફાયર ની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો
- શોરૂમની અંદર રાખેલા ડેમો વાહનો અને ગ્રાહકોના વાહનો આગની ઝપેટમાં આવ્યા, કોઈ જાનહાની નહિ
રાજકોટ શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલ ટીવીએસના શોરૂમ આજે સવારે 10 વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગની જાણ ફાયર ની ટીમને થતા સ્ટાફ તુરંત જ ઘરના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી વિકરાળ આગ ઉપર ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે શોરૂમમાં અંદર રાખેલા ડેમો વાહનો અને સર્વિસ માટે આવેલા ગ્રાહકોનો વાહનો સહિત 25 જેટલા વાહનો બળીને ખાખ થયા હતા. જ્યારે આ વિકરાળા આગમાં કોઈ પણ જાનહાની થઈ ન હતી.
મળતી માહિતી મુજબ આજ સવારે 10 વાગ્યાની આસપાસ ગોંડલ રોડ ઉપર આવેલ ટીવીએસ બાઈકના શોરૂમમાં આગ ભભુકી હતી અને થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને આગના ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. આગ ની જાણ ફાયર ફાઈટર ની ટીમને થતા સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર તુરંત જ કાબુ મેળવ્યો હતો.જ્યારે સ્વરૂપની અંદર રહેલા ડેમો વાહનો અને ગ્રાહકોના વાહનો આગમાં બળીને ખાખ થયા હતા
આગના બનાવ અંગે શોરૂમ મેનેજર સનીભાઇ લખતરિયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સવારે 10 વાગ્યાની આસપાસ તેઓ તેમના સ્ટાફ સાથે શોરૂમ પર પહોંચ્યા હતા ત્યારે શોર્ટ સર્કિટના કારણે શોરૂમ ની અંદર આગ લાગી હતી અને થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે જ તેને ફાયર ફાઈટર ની ટીમને જાણ કરી હતી અને ફાયર નો કાફલો તુરંત ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમને જણાવ્યું હતું કે ગ્રાહકો માટે ડિસ્પ્લેમાં ડેમો વાહનો રાખવામાં આવે છે જે આગના કારણે ભરીને ખાસ થયા હતા જ્યારે બહાર કરેલી એક ફોરવીલ પણ આગની સફેદમાં આવી જઈ તે પણ ભરીને ખોખું થઈ હતી. પરંતુ ફાયર ની ટીમે પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હાલ આ કાબુમાં કોઈ પણ જાનહાની થઈ ન હતી.