હળવદ તાલુકાના વેગડવાવ અને ઘણાંદ રોડ પર બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા મોટર સાયકલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. અને અકસ્માતમાં બાઈક ચાલકને સદનશીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. જાકે મોટર સાયકલ સવારનો આબાદ બચાવ થયો હતો અને નાની-મોટી ઈજાઓ થતા હળવદની સરકારી હોÂસ્પટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ અને ઘણાંદ વચ્ચે આવેલ રસ્તા પર આજે બપોરના એક વાગ્યાના અરસામાં મોટર સાયકલ અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં મોટર સાયકલ અચાનક સળગી ઉઠયું હતું. અને આ મોટર સાયકલ પર સવાર મનસુખભાઈ પ્રાગજીભાઈ (ઉ.વ.૪૮, રહે. ગાળા)ને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા હળવદની સરકારી હોÂસ્પટલે સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માતમાં અચાનક બાઈક સળગીને ખાખ થઈ ગયું હતું. જાકે બાઈક સવારનો આબાદ બચાવ થયો હતો