આગ લાગી ત્યારે શું કરવું તેનાથી સ્ટાફને માહિતગાર કરાયો
કોર્પોરેશનની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા જયનાથ હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ, નિમિતમાત્ર હોસ્પિટલ, કડીવાર હોસ્પિટલ, સ્ટાર સિનર્જી હોસ્પિટલ, , ઓમકાર હોસ્પિટલ, રંગાણી હોસ્પિટલ, શ્રધ્ધા હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. મોકડ્રીલ દ્વારા હોસ્પિટલના ડોકટર, નર્સિંગ સ્ટાફતથા અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબા,સ્ટેશન ઓફિસરશ્રી એફ.આઇ.લુવાની, વાય ડી જાની, આર.એ.વિગોરા, ડી ડી ચાંચીયા, એ બી ઝાલા, એસ આર નડીયાપરા,ઇન્ચાર્જ સ્ટેશન ઓફીસર આર. પી. જોષી,લીડીંગ ફાયરમેન અને ફાયરમેન ડ્રાઇવર સહિતના સ્ટાફ દ્વારા આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ.
આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને જાનમાલને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.