આગ લાગે ત્યારે શું કરવું તે અંગે હોસ્પિટલના સ્ટાફને માર્ગદર્શન અપાયું
અબતક, રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે કુવાડવા રોડ પર શ્રી આસ્થા હોસ્પિટલ, સાધુ વાસવાણી રોડ પર જીનેસીસ હોસ્પિટલ વૈશાલીનગરમાં શિવાલિક હોસ્પિટલ,વણીયાવાડી રોડ પર મારકણા હોસ્પિટલ,80 ફૂટ રોડ પર શ્રીજી હોસ્પિટલ, કરણપરામાં મમતા હોસ્પિટલ, કરણપર,કેકેવી હોલ પાસે વિનસ હોસ્પિટલ અને લષ્મીનગર રોડ પર નિહિત બેબી કેર હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન વિવિધ 8 હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એ.કે.દવે, એફ.આઇ.લુવાની, એસ આર નડીયાપરા એ.બી.ઝાલા, એમ.કે.જુણેજા, આર.એ.વિગોરા, એચ. પી. ગઢવી, તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલ યોજાઇ હતી.