ચંદ્રપુર જિલ્લાનો બનાવ : લાકડા ભરેલ ટ્રક અને ડીઝલ ભરેલુ ટેન્કર અથડાતા આગ ફાટી નીકળી

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માત ચંદ્રપુર-મૂલ રોડ પર થયો હતો. મૃતકોમાં ટ્રક ડ્રાઈવર અને મજૂરોનો સમાવેશ થાય છે. અકસ્માતની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ટ્રકમાં લાકડા ભરેલા હતા. હાલ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહોની ઓળખ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.આ અકસ્માત ચંદ્રપુર-મૂલ રોડ પર થયો હતો. ટ્રક અને ટેન્કર વચ્ચે સામસામે અથડાતા ટ્રકમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 9 લોકો જીવતા દાઝી ગયા હતા. મૃતકોમાં એક ડ્રાઈવર પણ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટેન્કરમાં ડીઝલ ભરેલું હતું જ્યારે ટ્રકમાં લાકડા ભરેલા હતા.

દુર્ઘટનામાં શબ એટલા ખરાબ રીતે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ ભીષણ દુર્ઘટના પછી ઘણા કલાકો સુધી ચંદ્રપુર શહેર તરફ આવવાનો રસ્તો જામ રહ્યો હતો. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. આગની જવાળાઓના પગલે જંગલમાં આગ લાગી હતી.

ચંદ્રપુર સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર સુધીર નંદનવરે મીડિયાને જણાવ્યું કે, ચંદ્રપુર શહેરના અજયપુર પાસે ડીઝલ ભરેલા એક ટેન્કર લાકડાના લોગ લઈને જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ આગ ફાટી નીકળી હતી, જેમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતદેહોની ઓળખ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.