રાજકોટમાં લીમડાચોક મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી.આ આગ રીલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલી હોટલ સિલ્વર સેન્ડમાં રાતના 2.30 વાગ્યે લાગી હતી.ખૂબ જ ભયંકર રીતે આ આગનો હોટલમાં ફેલાવો થયો હતો. આગ લાગ્યા બાદ 3 ગેસ્ટ હોટલમાં ફસાયા હતા. આગ લાગવાની જાણ થતાં ફાયર ઘટના સ્થળે પહોંચી હતી અને બધા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ હોટલને ખૂબ જ નુકસાન થયું છે.
આ વાતની જાણ ફાયરબ્રિગેડને થતાં પાંચ ફાયર ટેન્કરથી આ આગને બુજવવામાં આવી હતી. આગમાં હોટલનો નીચેનો માળ સંપૂર્ણ સળગી ગયો છે. જ્યારે આગ લાગી ત્યારે સિલ્વર સેન્ડ હોટલનો સ્ટાફમાંથી મેનેજર ઉંમગભાઈ, કુંદન ભાઈ, દિપકભાઈ તેમજ હોટલના માલિક કિરણભાઈ રૂપરેલ ત્યાં ઉપસ્થિત હતા. કશ્યપભાઈને આગ લાગવાથી ઇજાગ્રસ્ત થયા હતા તેમણે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોટલમાં ધર્મેન્દ્રભાઈ દવે, બ્રિજરાજ ગુપ્તા, ગુંજનભાઈ ઠાકર અને હોટલ સ્ટાફના લોકો ફસાયેલા હતા. આ તમામ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન ખૂબ જ ભયંકર આગ લાગી હતી. આ આગમાં હોટલને ખૂબ જ નુકસાન થયું છે. આગ લાગવાનુ કારણ હજુ અકબંધ જ છે ક્યાં કારણે હોટલમાં આવી ભયનાકર આગ લાગી હતી તેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી.