ઈન્સ્ટિટયૂટમાં રસીના કરોડો ડોઝનો સ્ટોક: ફાયર ફાયટરની 5 ગાડીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો
કોરોના વેકસીન કોવીશિલ્ડ બને છે તે મહારાષ્ટ્રની પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટયૂટમાં આગ લાગવાની દુર્ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
હાલ, અહીં કોરોના રસી કોવિશિલ્ડના કરોડો ડોઝ પડ્યા હોવાની માહિતી મળી રહી છે. જો કે, સદભાગ્યે આ ડોઝ પડ્યા છે તે બિલ્ડીંગમાં આગ લાગી નથી. ઇન્સ્ટિટયૂટ ની નવી ઇમારતમાં આગ લાગી છે. જેને બુઝાવવા ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ આગ કેમ લાગી તેનું કારણ હજુ અકબંધ છે.