ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ રોડપર ત્રાપજ-કઠવા ગામ વચ્ચે આવેલા ત્રણ ખાડામાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં અલંગ તળાજા અને ભાવનગરનો ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી આગને કાબુ પર કાબુ મેળવ્યો હતો.

ભાવનગરના તળાજા નજીક આવેલ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આ આંગને કારણે અલંગ ફાયર વિભાગ તાત્કાલિક જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી. આગ પણ પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે કાબુમાં ન આવતાં તળાજા અને ભાવનગર ફાયરને પણ જાણ કરવા આવી હતી.  અને આગના કારણે ડેલામાં રાખેલ ફનીચર અને થરમોકોલનો લાખો રૂપીયાનો માલ બળીને ખાખ થઈ ગયાનો અંદાજો લગાવી શકાય છે.

જોકે, કોઇ જાનહાનિના કોઇ અહેવાલ નથી. આ આગ એટલી વિકરાળ હોવાને કારણે આગ પર કાબુ મેળવવા અલંગ, તળાજા અને ફાયર વિભાગ દ્વારા લાખો લીટર પાણીનો મારો ચલાવ્યો હતો.

આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આ આગને કારણે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા……

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.