- શનિવારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં ફરી આગ લાગી
- સેક્ટર 2 પાસે પાર્ક કરેલી બે કારમાં આગ લાગી ગઈ
- ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો
શું હતી સમગ્ર ઘટના
મહાકુંભમાં 13 દિવસમાં 10.80 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે. શનિવારે સવારે અહીંના મુખ્ય માર્ગ પર સેક્ટર-2 પાસે બે વાહનોમાં અચાનક આગ લાગી હતી. જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી. થોડી જ વારમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર ઓફિસર વિશાલ યાદવે જણાવ્યું હતું કે, “અમને ફોન આવ્યો હતો કે એક વાહનમાં આગ લાગી છે. આગ લાગેલાં વાહન પાસે પાર્ક કરેલું એક અન્ય વાહન પણ આંશિક રીતે બળી ગયું છે. આગને કાબૂમાં લેવામાં આવી છે.
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં શનિવારે વહેલી સવારે 7 વાગે ફરીથી આગ લાગવાની ઘટના બની છે. મેળામાં સેક્ટર 2 પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડ વિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો છે, જોકે સદનસીબે મોટો અકસ્માત થતાં બચી ગયો હતો. એક ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ છે, જ્યારે બીજી ગાડી અડધી બળી ગઇ છે.
ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી
પ્રાપ્ત માહિતી અનુસાર મહાકુંભ નગરમાં શનિવારે ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી છે. પાર્કિંગમાં ઉભેલી ગાડીને આગ લાગી હોવાની જાણકારી વહીવટી તંત્રને આપવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં કોઇ મોટું નુકસાન થયું નથી.
ફાયર બ્રિગેડના અધિકારી વિશાલ યાદવે જણાવ્યું
આ દુર્ઘટના વિશે ફાયર બ્રિગેડના અધિકારી વિશાલ યાદવે જણાવ્યું હતું કે અમારી પાસે અનુરાગ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે પાર્કિંગમાં ઉભેલી કારને આગ લાગી છે. જેના લીધે બાજુમાં પાર્ક કરેલી બીજી ગાડી પણ અડધી સળગી ગઇ હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બધા લોકો સુરક્ષિત છે. આ ઘટના સવારે 7 વાગે બની હતી.
તાજેતરમાં જ આગની એક મોટી ઘટના પણ બની હતી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આગની એક મોટી ઘટના પણ બની હતી. જોકે, તે ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ગીતા પ્રેસને ભારે નુકસાન થયું હતું. મહાકુંભ મેળામાં કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે પણ તૈયારીઓ છે. મેળા વિસ્તારમાં ટેકનિકલ સહાયકોની ટીમો તૈનાત કરવામાં આવી છે, જેઓ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરશે.