શોર્ટ સર્કિટના કારણ લાગેલી આગ પર તુરંત પાણીનો મારો ચલાવાતા આગ પર કાબુ
દ્વારકાના જગતમંદિરમાં આવેલા ત્રિકમજીનાં મંદિરમાં આજે વહેલી સવારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આગની જાણ થતા તુરંત પાણીનો મારો ચલાવવામાં આવતા આગ પર કાબુ મેળવાયો હતો. આ આગનાં કારણે ત્રીકમજીની મૂર્તિને કોઈ નુકશાન થયું નહતુ.
પ્રાપ્ત થતી વિગત મુજબ દ્વારકાના જગત મંદિરનાં પરિસરમાં આવેલા ત્રિકમજીનાં મંદિરે વહેલી સવારે શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી. ત્યારે ફરજ પરનાં સિકયુરીટી જવાને આ અંગે તુરંત પૂજરીઓને જાણ કરી હતી ત્યારે પુજારીઓએ પાણીની ડોલ અને ગાગર ભરીને પાણી છાંટતા આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતાની સાથે તુરંત જ પાણી નાખી આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટુ નુકશાન થયું ન હતુ.
આ આગમાં ત્રિકમજીની મૂર્તિનો ચમત્કારીક બચાવ તયો હતો. મૂર્તિને કોઈ નુકશાન થયું ન હતુ. બનાવની જાણ થતા શારદાપીઠના પૂ. દંડી સ્વામી, દેવ સ્થાન સમિતિઓનાં અધિકારીઓ, પુજારીઓ અને પોલીસ સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com