સેલવાસની ઇબ્રિલીયન્ટ પેકેજીંગ પ્રા. લી. કંપનીમાં ગઇકાલે સવારે ૭ વાગ્યે આગ લાગતાની સાથે જ વોચમેને જોયુ અને કંપની પ્રબંધકને કંપનીમાં આગ લાગવાની જાણ કરી. જેથી કંપની મેનેજરે તરત જ ફાયરબ્રિગેડને બોલાવી. જ્યાં સુધી ઇમામી કંપની સેફટી ઓફિસર રવિપ્રકાશ ગુપ્તાએ તરત જ તેની ઇમામી કંપનીમાંથી ઇબ્રિલીયન્ટ પેકેજીંગ કંપનીને પાણી આપી આગ બુજાવવાની કોશિષ કરી.
પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. ફાયરબ્રિગેડના જવાન અને ચારથી પાંચ પાણીના ટેન્કર પહોંચતા લગભગ બે કલાકમાં આગ પર કાબુ મેળવાયો હતો. કંપની પ્રબંધકે જણાવ્યું કે રાતે કંપની બંધ રહે છે. દિવસે શોર્ટસર્કિટથી અકસ્માતનો બનાવ બન્યો છે.
આ અંગે પોલીસ કંપનીમાં આગ કેવી રીતે લાગી તેની તપાસ કરી રહી છે. મશીનરી સંપૂર્ણ બળીને ખાક થઇ ગયી છે. કંપનીમાં કેટલા પિયાનું નુકશાન થયું છે તેની કંપની પ્રબંધકે વિગતો આપવાની ના પાડી છે. આગ બુઝાવવામાં આજુ-બાજુની કંપનીઓએ પણ ઘણો સહયોગ આપ્યો હતો.