ઓખા જુની પોસ્ટ ઓફિસ સ્કૂલ રોડ પર આવેલ મકાનમાં આગ ફાટી નીકળી હતી ત્યારે તેની બાજુમાં રહેતા હેમલભાઈ મહારાજે તુરત નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ માનણભા જગતીયા સાથે તેની પુરી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તુરંત આગને કાબુમાં લીધી હતી.
આ આગ એટલી ભયંકર હતી કે ઘરના દરેક બારી બારણા અને દિવાલો બળીને ખાક થઈ ગયા હતા. આ મકાનમાં એક ૫૦ વર્ષની મંદબુદ્ધિની મહિલા રહેતી હતી તે પણ બહાર રોડ પર સુતી હોય તેથી કોઈ જાનહાની થઈ ન હતી. ઓખા નગરપાલિકા ફાયર બ્રિગેડની સમય સુચકતાને કારણે આજુબાજુ રહેલ મકાનોને આગની લપેટમાંથી બચાવ્યા હતા અને મોટી જાનહાની અટકી હતી. ફાયર ટીમના માનણભા જગતીયા, ગગુભા માણેક, સાગરભાઈ માણેક તથા નિર્મળસિંહ રાયજાદાની બે કલાકની સખત જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.