- નવાગામ નજીક આવેલ રાજારામ ઇન્ડસ્ટ્રીઝમાં આગ
- ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે
- ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ મચી ગયો છે.
રાજકોટ શહેરમાં વધુ એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. થોડા દિવસ પહેલા જ KBZ કંપનીમાં આગ લાગી હતી. તેમજ અવાર નવાર આગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર રાજકોટના નવાગામ નજીક આવેલ રાજારામ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી છે.
View this post on Instagram
અનુસાર માહિતી મુજબ, રાજકોટના નવાગામ નજીક આવેલ રાજારામ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી છે. સાબુ અને કેમિકલ બનાવતી કંપનીમાં આગ લાગી છે. ત્યારે આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.
આગ લાગવાથી કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. આગ લગવાથી આસપાસની કંપનીના મજૂરોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમજ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ મચી ગયો છે. આ ઉપરાંત આગમાં ઘણું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.