- અમદાવાદ: અમદાવાદમાં એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બોમ્બ ધમકીભર્યો પત્ર મળવાના સંદર્ભમાં FIR નોંધવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સાઉદી અરેબિયાના જેદ્દાહથી સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરાણ કરતી એક ફ્લાઇટમાં બો*મ્બ ધમકીભર્યો પત્ર મળી આવ્યા બાદ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એક અધિકારીએ આ માહિતી આપી.
એફઆઈઆર મુજબ, કોઈએ ટીશ્યુ પેપર પર “બો*મ્બ છે” લખીને ઈન્ડિગો ફ્લાઇટની સીટ નીચે છોડી દીધું હતું, જે સવારે 9.20 વાગ્યે 174 મુસાફરો સાથે અહીં આવી હતી.
ઝોન-4ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, “વિમાનની સંપૂર્ણ તપાસ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. મુસાફરોના નિવેદનો નોંધ્યા પછી અને ફોરેન્સિક નમૂનાઓ એકત્રિત કર્યા પછી, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાન્ચ) શરદ સિંઘલે જણાવ્યું હતું કે સીટ નીચે ધમકીભર્યો પત્ર મળી આવ્યા બાદ સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાનની તપાસ કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફરોના ફિંગરપ્રિન્ટ્સ અને હસ્તાક્ષરો મેચ કરવા માટે ફોરેન્સિક નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા છે.
એફઆઈઆર મુજબ, ફ્લાઇટ અહીંથી લખનૌ જવાનું હતું પરંતુ બોમ્બની ધમકીને કારણે તેમાં વિલંબ થયો અને આખરે તેનું સમયપત્રક બદલાયું.