શ્રઘ્ધા ટેલીવીઝનના ૧૫ વર્ષ જુના ગ્રાહકને ઇનામમાં લાગ્યું સ્કુટર

શહેરના હેમુગઢવી હોલ  ખાતે ખુશીઓનો ખજાનો ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટી.વી. એપ્લાયન્સ ટ્રેડર્સ એસો. દ્વારા આયોજીત આ ડ્રોની શ્રેણી અંતર્ગત ગઇકાલે પ્રથમ ડ્રો યોજાયો હતો.

જેમાં શ્રઘ્ધા ટેલીવીઝનના એક પંદર વર્ષ જુના ગ્રાહકને સ્કટર ઇનામમાં લાગ્યું હતુ. આવનારા સમયમાં હજુ બીજા ડ્રો કરવામાં આવશે. જેમાં કાર, બાઇક, સોનાના દાગીના જેવા વિવિધ ૧૧૧૧ ઇનામોનું ડ્રો દ્વારા વિતરણ કરવામાં આવશે.

આ ડ્રોમાં એશોશિએશન સાથે જોડાયેલા વેપારીઓ તથા ગ્રાહકો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઉ૫સ્થિત રહ્યા હતા.

આવનારા સમયમાં પણ બીજા ડ્રો કરીશું: અનિશ શાહ

vlcsnap 2019 10 05 12h50m50s7

અનિશ શાહએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું  કે અત્યારે એસોસિએશનમાં રરપ જેટલા ડિલરો જોડાયેલા છે. અને ગ્રાહર્ક તો ઘણા બધા છે અને એક ડ્રો કરવામાં આવ્યું છે તેમાં એક ૩ વ્હીકલ આપવામાં આવ્યું છે. હવે બીજો ડ્રો ૧૮ ઓકટોમ્બરે થશે, ૨૨/૧૧ એ થશે. અને ચોથો છેલ્લો ડ્રો ૧૧ જાન્યુઆરી ર૦૨૦ ના રોજ થશે. જેમાં એકફોર વ્હીલ, એક ટુ વ્હીલ, ૭૫ હજારની જવેલરીના કુપન, એમ ટોટલ ૧૧૧૧ ઇનામો આપવાના છે અને આજ પ્રમાણે જાહેરમાં ડ્રો કરશું. અમે અમારા ગ્રાહકોને નવું નવું આપીશું.

મારા ગ્રાહકને ઇનામ લાગતા ખુશીની લાગણી અનુભવું છું: ભાવેશભાઇ ડાંગર

vlcsnap 2019 10 05 12h50m31s80

ભાવેશભાઇ ડાંગર (શ્રઘ્ધાં ટેલીવીઝન)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રિઝેશન વધારવા માટે આ યોજના ખુબ જ ફાયદાકારક છે. અને જે કસ્ટમને આજની તારીખમાં જે ઇનામ લાગ્યું તે ગ્રાહક જુનો છે. પંદર વર્ષથી મારા શો રુમ પર આવે છે. માટે હું પણ ખુશ છું કે મારા ગ્રાહકને જે ૧પ વર્ષ જુના છે તેને આ ઇનામમાં સ્કુટર લાગ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.