તાજેતરમાં રાજકોટ જિલ્લા ઉપલેટા તાલુકાના નાગવદર ગામે ન્યુ નાગવદર પ્રાથમિક શાળા નાગવદરનો શિલાન્યાસવિધિ કાર્યક્રમ લલીતભાઈ વસોયા ધારાસભ્ય ધોરાજી, ઉપલેટા મતવિસ્તારનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સમારંભના મુખ્ય મહેમાનોમાં પ્રોજેકટ લાઈફના મેનેજીંગ ટ્રસ્ટી શશીકાંતભાઈ કોટીયા, કુમાર જયોતિમયસિંહજી ઓફ ગોંડલ, જયદેવસિંહ વાળા કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત ઉપલેટા, મુખ્ય અતિથિ સંજયભાઈ સુવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અધિકારી, ઉપલેટા, મોહક ગોંડલીયા સભ્ય દાતા પરિવાર, અજીતકુમાર જાડેજા, પ્રોજેકટ લાઈફ વગેરે મહાનુભાવો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાની ક્ધયાઓ દ્વારા સુતરની આંટીઓ પહેસવરાવી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
સમારંભના અધ્યક્ષ લલીતભાઈ વસોયાએ સરકારી પ્રાથમિક શાળાઓ પ્રત્યે વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂકયો હતો. બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આપે સૌએ કાળજી લેવી જરૂરી છે.
શિક્ષણ એ પાયારૂપ છે. તેવું ભારપૂર્વક જણાવ્યું હતુ. આ પ્રસંગે પ્રોજેકટ લાઈફના ચીફ વિકાસ ઓફીસર ઋષિકેશ પંડયાએ સંસ્થા પરિચય, દાતા પરિચય અને સંદેશાવાચન કર્યું હતુ. કાર્યક્રમના અંતે રંજનબેન વેકરીયા ગામ આગેવાન આભારદર્શન કરવામાં આવ્યું હતુ.