ક્રેડાઈ વિકસાવશે ખાસ એપ
આગામી પાંચથી સાત દિવસમાં આ એપનો ડેમો પીસ તૈયાર કરીને એએમસીના અધિકારીઓ સમક્ષ મુકવામાં આવશે
પ્રોપર્ટી ખરીદવા નીકળનાર વ્યક્તિ તેણે જે પ્રોપર્ટી સિલેક્ટ કરી છે તે પ્રોપર્ટીના પ્લાન, તેની બિલ્ડિંગ યુઝ પરમિશન સહિતની તમામ વિગતો એક વેબ બેઝ એપના માધ્યમથી જાણી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ક્રેડાઈ ગુજરાત પરસ્પરના સહયોગમાં આ વિશેષ એપ તૈયાર કરી રહ્યા છે. આગામી પાંચથી સાત દિવસમાં આ એપનો ડેમો પીસ તૈયાર કરીને અમ્યુકોના અધિકારીઓ સમક્ષ મૂકી દેવામાં આવશે. ત્યારબાદ તેમાં જોઈતા સૂચનો મંગાવીને એકથી બે મહિનામા આ વેબપોર્ટલ આધારિત એપ ચાલુ કરી દેવામાં આવશે.
સૂત્રોનું કહેવું છે કે આ એપના માધ્યમથી નવા આવી રહેલા પ્રોજ્ક્ટની વિગતોનું એરિયાવાઈઝ લિસ્ટ પણ જોવા મળશે. અમ્યુકોના વોર્ડવાઈઝ કે એરિયાવાઈઝ પ્રોજેક્ટની વિગતો દરેક નાગરિક આંગળીના એક ટેરવે મેળવી શકશે. ઝોન વાઈઝ વિગતો પણ તેમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમ જ જે તે પ્રોજેક્ટના પ્લાન કે રિવાઈઝ પ્લાન પાસ કરી દેવામાં આવ્યા કે નહિ તે અંગેની માહિતી આંગળીના ટેરવે મળી રહેશે. તદુપરાંત પ્રોજેક્ટ ડેવલપ કરનારને બીયુ પરમિશન મળી કે નહિ અથવા તો પછી બીયુ પરિમિશન કઈ તારીખથી મળી તે પણ જાણી શકશે.
હા, મંજૂર થયેલા પ્રોજેક્ટના પ્લાન ડાઉનલોડ કરવા હોય તો તેને માટે ચોર્જ ચૂકવવા પડે તેવી સંભાવના છે. આ અંગે અત્યારે અમ્યુકો અને ક્રેડાઈ વચ્ચે ચર્ચાવિચારણા ચાલી રહી છે. આ અંગે એક મિટિંગ આગામી 12 જુલાઈના યોજાઈ રહી છે. એપ તૈયાર કરવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે. આ એપ ચાલુ કરીને 12મીએ તેનું ડેમોનસ્ટ્રેશન આપવામાં આવશે. આ ડેમોનસ્ટ્રેશન આપ્યા બાદ તેની સાથે સંકલયેલા દરેરના મંતવ્યો પણ લેવામાં આવશે. આ મંતવ્યો લીધા બાદ તેમાં જરૃરી સુધારા અને વધારા પણ કરી દેવામાં આવશે. ત્યારબાદ એકથી દોઢ મહિનામાં આ એપ લોન્ચ કરી દેવામાં આવશે એમ જાણકાર સૂત્રોનું કહેવું છે.