મ્યુનિ. કમિશ્નરનો આકરો નિર્ણય: જરૂર પડયે ન્યુસન્સ પોઈન્ટ પર એસઆરપી જવાનોને પણ તૈનાત કરાશે રાજકોટ
કેન્દ્ર સરકારનાં ” સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરીઅને જનજાગૃતિ અભિયાન ઉપર પણ વિશેષ ભાર મુકવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારાજાહેર માર્ગો અને સ્ળોની સ્વચ્છતા માટે ઇ રહેલી કામગીરીમાં નાગરિકોનો સહયોગ પણ ખુબજરૂરી બની રહે છે. અલબત્ત મહત્તમ લોકો તંત્રને સહયોગ આપતા યા છે આમ છતાં હજુ ક્યાંક ક્યાંક કોઈ લોકો જાહેર સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની બાબતને ગંભીરતાી લેતા નહી હોવાનું ધ્યાનમાં આવતા મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જાહેરમાં કચરો ફેંકતા લોકો પાસેથી રૂ. ૫૦૦/- થી માંડીને રૂ. ૫૦,૦૦૦/- સુધીનો વહીવટી ચાર્જવસૂલ કરવાનો નિર્ણય કર્યો છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આજેછોટુનગર અને અમરજીતનગરવિસ્તારની મુલાકાત લીધી હતી અને આ વિઝિટ દરમ્યાન જાહેર માર્ગની સાઈડમાં કચરાના ન્યુસન્સપોઈન્ટસ જોવા મળ્યા હતાં. અલબત્ત મહાનગરપાલિકા દ્વારા નિયમિતરીતે આ ન્યુસન્સ પોઈન્ટસ પરી કચરો ઉપાડી લેવામાં આવે છે, પરંતુ ત્યાં રહેતાનાગરિકો આ ન્યુસન્સ પોઈન્ટસ પર જ કચરો ફેંકતા રહે છે જેથી આ સ્થળે આમ જનતા માટે અરૂચિકર બને છે. છોટુનગર અને અમરજીત નગરનાં આ ન્યુસન્સ પોઈન્ટ પર લોકો કચરો નાં ફેંકે તે માટે હવેક સૂરવારો સામે આકરા પગલાં લેવામાં આવશે. મ્યુનિ. કમિશ્નરે વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ ન્યુસન્સ પોઈન્ટસ પર હવે મહાનગરપાલિકા દ્વારા ચોકીદાર, સફાઈ કામદાર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સ્ટાફને રજીસ્ટર સો તૈનાત કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ હવે ત્યાં જાહેરમાં કચરો ફેંકશે તો તેઓનાનામ સરનામાં નોંધી તેઓની પાસેી રૂ.૫૦૦/-થી ૫૦,૦૦૦/- સુધીનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે. જરૂર પડેસંવેદનશીલ ન્યુસન્સ પોઈન્ટ પર એસ.આર.પી. જવાનોને પણ તૈનાત કરવામાં આવશે.