15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયો ત્યારે મહત્વનો પ્રશ્ન હતો કે, દેશનું બંધારણ ઘડવાનું કાર્ય કોણ કરશે. ત્યારે એક નામ સામે આવ્યું, તે હતું ડો.ભીમરાવ આંબેડકર. 14 એપ્રિલ 1891ના દિવસે દલિતોના હકમાં લડાઈ લડવાવારા અને ભારતીય બંધારણના રચયતા ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્ય પ્રદેશના મહુમાં થયો હતો. આજના દિવસે બાબાસાહેબની જન્મજયંતિ ઉજવામાં આવે છે.
6 ડિસેમ્બર 1956ના દિવસે તેમના મૃત્યુ પછી, 31 માર્ચ 1990 ના રોજ તેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આંબેડકર જયંતીને 2015થી દેશભરમાં જાહેરરજા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બાબાસાહેબનું જીવન ખરેખર સંઘર્ષ અને સફળતાનું અદભૂત ઉદાહરણ છે. તેમણે જીવનભર દલિતો અને તેમના અધિકાર માટે લડ્યા. તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને, તેનો જન્મદિવસ દર વર્ષે આંબેડકર જયંતી તરીકે ઉજવવામાં આવે છે.
ડો.આંબેડકરની 130મી જન્મજયંતિ પર PM મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે, “હું ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતિ પર નમન કરું છું. સમાજના વંચિત વર્ગને મુખ્યધારામાં લાવવાનો તેમનો સંઘર્ષ દરેક પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.”
भारत रत्न डॉ. बाबासाहेब अम्बेडकर को उनकी जयंती पर शत-शत नमन। समाज के वंचित वर्गों को मुख्यधारा में लाने के लिए किया गया उनका संघर्ष हर पीढ़ी के लिए एक मिसाल बना रहेगा।
I bow to the great Dr. Babasaheb Ambedkar on #AmbedkarJayanti.
— Narendra Modi (@narendramodi) April 14, 2021
ડો.ભીમરાવ આંબેડકરના અનમોલ વિચારો
‘જો મને લાગ્યું કે બંધારણનો દુરૂપયોગ થઈ રહ્યો છે, તો હું સૌથી પહેલા તેને બાળી નાખીસ.’
‘સમાનતાએ કાલ્પનિક હોઈ શકે છે, પરંતુ તે છતાં દેશના શાસન સિદ્ધાંત તરીકે સ્વીકારવી પડશે.’
‘જ્યાં સુધી તમે સામાજિક સ્વતંત્રતા પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી, કાયદા દ્વારા જે પણ સ્વતંત્રતા આપવામાં આવે છે તે તમારા માટે કોઈ ફાયદાકારક નથી.’
‘છોડને પાણીની જરૂર પડે તેમ એક વિચારને પણ વેગ આપવાની જરૂર પડે છે. જો આવું ના થાય તો છોડ કરમાય જાય અને વિચાર મરી જાય.’