જેમ ટેકનોલોજી આગળ વધતી જાય છે તેમ તેમ જાણે દરેક વસ્તુ હાથવેત હોય તેવુ લાગે છે ટેકનોલોજીના લીધે આપણે શાકભાજીની ખરીદીથી લઇ પાર્લસ સુધી બધાની માહિતી ઘર બેઠા મેળવી શકીએ છીએ.
આજની ફાસ્ટ લાઇફમાં એપ્સ લોકો માટે એક અલાદિન ચીરાગ જેવું કામ કરે છે.ટેકનોલોજી વધવાની સાથે આપણી લાઇફસ્ટાઇલ ઘણી જ સરળ બની ગઇ છે. શોપિંગથી માંડીને હેલ્થ સુધી બધી જ પ્રકારના એપ્લકેશન ઉપલબ્ધ છે.જેના લીધે આપણે આપણી જ‚રીયાત સંતોષી શકીએ છીએ. આ એપના લીધે આપણે અલગ-અલગ શહેરો અને ત્યાંની રેસ્ટોરન્ટ વિશે પણ જાણી શકીએ છીએ જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ વિશ્ર્વ આખુ એક થઇ ગયું છે.
આ ટેકનોલોજીના કારણે તમે અલગ-અલગ શહેરા અને ત્યાંના રેસ્ટોરન્ટની માહિતી મેળવી શકો છો. તેમ એપ વેડ ફુડ, કૂપન્સ અને વાઉચરન પણ માહિતી મેળવી શકો છો. આજ આપણે આવી જ એપ વિશે જાણીશું.
1- રેસ્ટોરન્ટ ફાઉન્ડર :
આ એપ વડે તમે જે જગ્યાએ હોય તેની આસપાસની દરેક સારી રેસ્ટોરન્ટ વિશે માહિતી મેળવી શકો છો. તમને જો કોઇ રેસ્ટોરન્ટનુું માત્ર નામજ યાદ હોય તો એપ તમને તેનું એડ્રેસ અને ફોન નંબરની જાણકારી આપે છે.
2- ઇઝીડિનર :
આ એપ તમને સારી રેસ્ટોરન્ટમાં બુકિંગ માટેની અલગ- અલગ સુંદર આપશે જેમાં તમે ઓન લાઇન બુકિંગ પણ કરાવી શકો છો.
3- ઓપન ટેબલ :
આ એપ દ્વારા તેમ રેસ્ટોરન્ટનું મેન્યુ તેમજ તેના ફોટા પણ જોઇ શકશો.
4- અ સપ્લાય :
આ એપમાં તમારે કઇ ટાઇપની તેમજ ક્યા બજેટ વાળી અને કેવા ફુડવાળી રેસ્ટોરન્ટ છે તેની માહિતી મળી જશે.
આ બધી એપો દ્વારા તમે અલગ-અલગ વિસ્તારોના રેસ્ટોરન્ટ વિશે માહિતી મેળવી શકશો.