ધીમે ધીમે દેશ કેશલેસ તરફ જઇ રહ્યો છે. વડા પ્રધાનની અનેક યોજનાઓ પણ કેશલેસને પ્રોત્સાહન આપે છે. દેશની બેંક પણ વિવિધ યોજનાઓથી લોકોને ATM નો વપરાશ વધારવા માટે પ્રેરણાન આપે છે. જો કે એસબીઆઇ બેંકના કેટલાક ખાતેદારને મેસજ આવી રહ્યા છે કે તેમના ડેબિટ કાર્ડ કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.
કારણ :
આ મેસેજ આવવા પાછળનું કારણ એ છે કે SBI એ નક્કી કર્યુ છે કે મેગ્સટ્રિપ ડેબિટ કાર્ડના વપરાશને બદલે EVM ચીપ ડેબિટ કાર્ડના વપરાશ પર વધારે ભાર અપાશે.
પ્રોસેસ :
SBI ની વેબસાઇટ પર જણાવ્યું છે કે સિક્યોરીટીના કારણે અને SBI ની ગાઇડલાઇન મુજબ બેંક મેગ્સટ્રિપ ડેબિટ કાર્ડ બ્લોક કરવા જઇ રહી છે.
તમારુ કાર્ડ બદલવા માટે નજીકની બેંક શાખા તથા વેબસાઇટ પર જઇને એપ્લાય કરી શકો છો.
ફ્રી મળશે કાર્ડ :
ડેબિટ કાર્ડ બદલવા માટે યુઝરે કોઇ પ્રકારનો ચાર્જ ચુકવવાનો નથી.
નિર્ણય પાછળનું કારણ :
ડેબિટ કાર્ડ માટે EVM ચીપ ટેકનોલોજી લેટેસ્ટ ટેકનોલોજી છે. આમા માસ્ટરકાર્ડ, વિઝા (EVM)જેવા અનેક પ્રકારના કાર્ડમાં યુઝ કરવામાં આવે છે. આ ચીપ બેઝડ કાર્ડમાં સિક્યોરિટી માટેનું અલગ લેવલ આપેલું હોય છે જેનાથી ફિશિંગ, સ્કેનિંગ કાટે કાર્ડના ઉપયોગની શક્યતા ખૂબ ઓછી થશે.