હેલ્લોરો :

હેલ્લોરો એ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે કે જે હજી રિલીઝ પણ નથી થઈ અને તેને 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો હોય. આ આપણા ગુજરાતી સિનેમાને માટે એક ગર્વની વાત છે.

હવે તમને એમ થશે કે ફિલ્મ હજુ રિલીઝ પણ નથી થઈ તો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ કેમ મળ્યો ? તો તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં એવી કોઈ જોગવાઈ નથી કે ફક્ત રિલીઝ થયેલી ફિલ્મજ કેટેગરીમાં પસંદગી પામી શકે રિલીઝ ન થયેલી ફિલ્મ પણ પુરસ્કારોની કેટેગરીમાં એન્ટ્રી મોકલવી શકે છે.

આ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણ કે આ ફિલ્મના મુખ્ય પાત્રમાં તેર સ્ત્રીઓ છે જેમાં શ્રદ્ધા ડાંગર, શચી જોશી, નીલમ પંચાલ, બ્રિન્દા નાયક, તેજલ પંચાસરા અને કૌસમ્બી ભટ્ટ નો શમાવેશ થાય છે. તથા આ ફિલ્મમાં જયેશ મોરે, આરજવ ત્રિવેદી, શૈલેષ પ્રજાપતિ અને મૌલિક નાયક પણ છે.

હેલ્લોરો ગુજરાતી પિરિયડ ફિલ્મ છે જેમાં 1975ની કહાની દેખાંસવામાં આવી છે. જેનું નિર્દેશન અભિષેક શાહ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ પ્રિતિક ગુપ્તા અને અભિષેક શાહ દ્વારા લખાયેલ છે.

રેવા :

રેવા ફિલ્મ કે જે 6 એપ્રિલ 2018માં રિલીઝ થયેલી તેને પણ 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મેળવ્યો છે. રેવા ફિલ્મ એક ગુજરાતી એડવેન્ચર ડ્રામાં ફિલ્મ છે. આ ફિલ્મમાં મુખ્ય રોલમાં ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર જોવા મળે છે.

આ ફિલ્મ ગુજરાતી સાહિત્યકાર ધ્રુવ ભટ્ટની પુસ્તક “તત્વમસિ” પર આધારિત છે. આ ફિલ્મ એક 25 વર્ષીય એન.આર.આઈ. કરણની વાર્તા છે. કરણના દાદાજી તેમની બધી સંપત્તિ નર્મદા નદીના કાંઠે સ્થિત આશ્રમના નામે કરી ગયા. આ સંપત્તિ પછી મેળવવા કરણ ભારત આવે છે અને પછી શું ઘટના ઘટે છે તે રસપ્રદ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.