લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકોને આર્થિક રાહત આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિર્ણય

માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નિર્ણયો નીચે મુજબ છે :-

”   રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકોને માર્ચ એપ્રિલ માસના વીજબીલ ભરવાની મુદત 30 મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી.

નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ દુકાનદારો અને ઉધોગોને આર્થિક રાહત આપવા રાજ્યના આવા તમામ એલ.ટી ગ્રાહકોને તેમના એપ્રિલ માસના વીજબીલમાં ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ વસુલવામાંથી મુક્તિ આપવામાં આવી.

block img01

રાજ્યમાં લોકડાઉન દરમ્યાન જે એચટી વીજ ગ્રાહકોનો વીજ વપરાશ લોક ડાઉના અગાઉના 3 મહિનાના એવરેજ વપરાશના 50 ટકા કરતાં ઓછો છે તેમને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ માંથી એપ્રિલ માસના બિલમાં મુક્તિ આપવામાં આવશે.

આ મુક્તિ બેંક ટેલિકોમ કંપનીઓ પેટ્રોકેમિકલ કોમ્પલેક્ષ રિફાઈનરી અને ડેરી તેમજ હોસ્પિટલના કિસ્સામાં લાગુ પડશે નહિ.

ખાનગી હોસ્પિટલો લોકડાઉન દરમ્યાન મહદઅંશે બંધ રહી છે, આમ છતાં જે હોસ્પિટલનો વીજ વપરાશ લોકડાઉન અગાઉના 3 માસના એવરેજ કરતા 50 ટકા ઓછો હોય તેને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. ”

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.