Appleએ Spring Loaded ઇવેન્ટમાં ઘણા બધા પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. તેમાં Apple ટીવીથી લઈને iPad Proના મોડેલ્સનો સમાવેશ થાય છે. iPhone 12 અને iPhone 12 miniના નવા કલર સાથે Apple પેહલી વાર સ્માર્ટ ટ્રેકર Air Tag ને લોન્ચ કર્યા છે.
Apple આ ઇવેન્ટમાં iOS 14.5, iPadOS 14.5, macOS 11.3, watchOS 7.4 અને tvOS 14.5 ની જાહેરાત કરી હતી. આ બધા અપડેટ થોડા દિવસોમાં બહાર પાડવામાં આવશે.
આ ઇવેન્ટમાં, નવી iPad Proના બે મોડેલોમાં રજૂ કરવામાં આવ્યા હતા. એક iPad Pro 11 ઇંચની છે જ્યારે અન્ય iPad Pro 12.9-ઇંચમાં લોન્ચ કરવામાં આવ્યું. તેઓ Apple M1 ચિપસેટ પર ચાલશે. 11 ઇંચના iPad Pro Wifiની પ્રારંભિક કિંમત (128 GB) 71,900 રૂપિયા રાખવામાં આવી છે. જયારે Wifi અને Cellular ની કિંમત 85,900 રૂપિયા રાખવામાં આવી છે.
12.9 ઇંચના iPad Pro Wifi(128GB)મોડેલની કિંમત 99,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે Wifi અને Cellularની કિંમત 1,13,900 રૂપિયા રાખવામાં આવી છે. બંને iPad Pro મોડેલ 30 એપ્રિલથી ઓર્ડર કરી શકાશે.
24 ઇંચના iMacને સાત અલગ અલગ રંગો સાથે 1,19,900 ની કિંમત સાથે વેચવામાં આવશે. iPhone 12(64 GB)ને 79,900 રૂપિયાથી શરૂ થશે. જયારે iPhone 12 mini 69,900 ની કિંમત સાથે બજારમાં મુકાશે.
Apple TV 4K(32 GB)ને Appleની વેબસાઈટ પર 18,900 રૂપિયામાં બહાર પડશે. અને આજ ટીવીને 64 GBમાં 20,900 રૂપિયાની કિંમતમાં બહાર પાડશે.