કુદરત પ્રેમી લોકો માટે કોઈ પણ કુદરતી દ્રશ્ય આનંદદાયક જ હોય છે પરંતુ કોઈ પણ કુદરતી દ્ર્શ્ય સૂર્યોદય અને સૂર્યાસ્ત કરતા વધુ સુંદર હોય શકે નહિ.ઘણા લોકો ફકત સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવા માટે તેવી ખાસ જગ્યાઓ પર જતાં હોય છે. તો જાણીએ કુદરતપ્રેમી વ્યક્તિ માટે ભારતમાં કઈ એવી જગ્યા છે જ્યાંથી સૂર્યોદય ખૂબ જ સુંદર દેખાય છે :
૧. કન્યાકુમારી :
કન્યાકુમારી રાજ્ય પોતાની સુંદરતા માટે જાણીતું છે.કન્યાકુમારી અરબી સમુદ્ર, હિંદ મહાસાગર અને બંગાળની ખાડીથી ઘેરાયેલું છે. આવી સ્થિતિમાં, અહીંથી સૂર્યોદય જોવાની મજા કંઇક અલગ જ છે. દરિયાકિનારમાં સૂર્યના કિરણો પડે છે અને પ્રકાશનું પરાવર્તન થાય છે . સૂર્યપ્રકાશનાં પરાવર્તનનાં કારણે આકાશ લાલાશ પડતું જોવા મળે છે.સવારમાં આકાશ પર ઉગતા રંગો જોઈને વાતાવરણ અલૌકિક છે.
૨. બનારસ :
.બનારસ :બનારસમાં ઘણા લોકો મુક્તિ અને આધ્યાત્મિક શાંતિની શોધમાં જાય છે. જો તમે પણ સવારના સમયે સકારાત્મક ઊર્જા મેળવવા માંગતા હોય તો બનારસનો સૂર્યોદયના દર્શન અવશ્ય કરવા જોઈએ.
૩. જોધપુર :
સૂર્યોદય માણવાનું ઉતમ સ્થળ એટલે જોધપુર. જોધપુરનાં મેહરાનગઢ કિલ્લાની ઊંચાઈથી સૂર્યોદયનો નજારો અદ્ભુત હોય છે. જોધપુરમાં રાવ જોધા પાર્ક અને જસવંત થાડાથી પણ સૂર્યોદય સુંદર લાગે છે. વાદળી શહેરમાં કેનવાસની જેમ આકાશમાં રંગોની કળા જોવાનો લહાવો લેવો જ જોઈએ.
૪.દાર્જીલિંગ :
દાર્જિલિંગમાં ટાઇગર હિલ એવી જ એક જગ્યા છે જ્યાંથી સૂર્યોદયનો નજારો આંખને ઠંડક આપે તેવો હોય છે. મોટાભાગના લોકો દાર્જિલિંગની મુલાકાત લેવા જાય છે, ત્યારે તેઓ ટાઇગર હિલ પર ઉગતા સૂર્યને ખૂબ ઊંચાઈએ જોઈને તેમના દિવસની શરૂઆત કરે છે. જે લોકો સૂર્યોદય જોવામાં રસ ધરાવતા હોય તેવા લોકો માટે દાર્જિલિંગની મુલાકાત અવશ્ય લેવી જોઈએ .
રોજ એ જ ઊર્જા સાથે ઊગવું એ પ્રેરણા સૂર્યોદય પાસેથી લેવી જોઈએ.સૂર્યોદય જોવાથી કંઇક અલગ જ ઊર્જાની પ્રાપ્તિ થાય છે