ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૯ થી ૧૨ની પ્રથમ પરીક્ષા અને ધો.૯-૧૧ની વાર્ષિક પરીક્ષાના ગુણભાર તેમજ આંતરિક મુલ્યાંકનના ગુણભાર જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં મોકલવા આ વર્ષે કુલ ૧૫૦ ગુણમાંથી મુલ્યાંકન થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાના પ્રશ્ર્નપત્રોના ગુણ તથા આંતરિક મુલ્યાંકનના આ વર્ષના માળખા મુજબ ધો.૯ અને ૧૧માં પ્રથમ પરીક્ષા ૫૦ ગુણની તથા ધો.૧૦માં પ્રથમ પરીક્ષા ૮૦ ગુણની અને ધો.૧૨માં પ્રથમ સત્ર પરીક્ષા ૧૦૦ ગુણની રહેશે.
ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા ૮૦ ગુણની રહેશે. જ્યારે ધો.૯ અને ૧૧ વિ.પ્ર.માં ઈન્ટરનલ ગુણ ૨૦ રહેશે. જેમાં સામયિક કે એકમ કસોટી ૧૦ ગુણની તથા નોયબુક સબમિાન ૫ અને સબ્જેકટ એનરીચમેન્ટ એક્ટિવિટીના ૫ ગુણનું રહેશે. ધો.૧૦માં પણ ૨૦ ગુણ ઈન્ટરનલના રહેશે. જેમાં પ્રથમ પરીક્ષાના ૧૦ ગુણ, નોટબુક સબમિશનના ૫ ગુણ તથા સબ્જેકટ એનરીચમેન્ટ એક્ટિવિટીના ૫ ગુણ રહેશે. ધો.૧૧ સામાન્ય પ્રવાહ (વિ.પ્ર.સિવાય તમામ પ્રવાહ)માં પણ ૨૦ ગુણ ઈન્ટરનલના રહેશે.
જેમાં ટર્ન પેપર કુલ-૧ સ્વાધ્યાય કુલ-૧ના ૧૦ ગુણ, પુસ્તકાલયમાંથી અભ્યાસના ઉપયોગી એક પુસ્તકનું અવલોકન કરવાના ૫ ગુણ અને પ્રોજેકટના ૫ ગુણ રહેશે. બોર્ડ દ્વારા ધો.૯ અને ૧૧ માટે આ વર્ષ પુરતું જાહેર કરાયેલા કુલ મુલ્યાંકન ગુણભારમાં પ્રથમ પરીક્ષાના ૫૦ ગુણ, વાર્ષિક પરીક્ષાના ૮૦ અને આંતરિક મુલ્યાંકન ૨૦ ગુણ સહિત ૧૫૦ માર્કસ રહેશે.