આનંદ પ્રકાશ નામના એક ભારતીય હેકરે ફેસબુકમાં એટલા બગ ગોતીય કે કંપનીએ તેને બગ બાઉન્ટી લિસ્ટમાં નંબર વન બનાવી દીધો છે. આ હેકરને ફેસબુકે અત્યાર સુધી 10 લાખ રૂ. કરતા પણ વધારે પૈસા ઇનામમાં આપ્યા છે. આનંદે હાલમાં જ Uber માં એક એવી ખામી ગોતી કાઢી જેનો ફાયદો ઉપાડીને કોઈ પણ આખું જીવન ફ્રીમાં રાઇડ લઈ શકે. જો આનંદે આ બગ ન ગોત્યું હોત તો અનેક લોકો ઉબરમાં અનલિમિટેડ ફ્રી રાઇટની મજા માણી શકત. કદાચ હાલમાં અનેક લોકો એનો ફાયદો પણ ઉપાડી રહ્યા છે.
આનંદ પ્રકાશ વેબ એપ્લિકેશન સિક્યોરિટી બેઝ્ડ બ્લોગ ચલાવે છે અને એ પ્રોડક્ટ સર્વિસ એન્જિનિયર પણ છે. તેણે જ ઉબરમાં એક સિક્યોરિટી બગ ગોત્યું છે જેના માટે કંપનીએ તેને ઇનામ આપ્યું છે.