કેન્દ્ર સરકારે લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્તરાં અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય લે.રેસ્ટોરાંમાં હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે.
નવા આદેશ પ્રમાણે શું બંધ રહેશે
– મેડિકલ સર્વિસ સિવાયની દરેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ
-મેટ્રો સર્વિસ, સ્કૂલ, કોલેજ
– હોટલ, રેસ્તરાં, સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ
– દરેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો
-ધાર્મિક સ્થળો બંધ રહેશે.
– સાંજે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી બહાર ન નિકળવાનો પ્રતિબંધ યથાવત છે.
નીચે મુજબની ગતિવિધિઓ શરૂ થઇ શકશે
-રાજ્યો વચ્ચે સહમતિ સાથે પેસેન્જર વાહન અને બસ સેવા શરૂ કરી શકાશે
– હવે રાજ્ય સરકાર એ નક્કી કરી શકશે કે કયો વિસ્તાર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે.
-કન્ટેન્મેન્ટ ઝોનમાં માત્ર જરૂરિયાતની સર્વિસ ચાલુ રાખવાની મંજૂરી મળશે.