17 મે એટલે ગઈ કાલથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ‘તાઉતે’ વાવાઝોડાની અસર જોવા મળી હતી, કાલે સાંજના 6 થી 8 વાગ્યા આસપાસ વાવાઝોડું દીવ, મહુવા જેવા વિસ્તારોમાં પ્રવેશ્યું હતું. તુફાની પવન સાથે વરસાદનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું. આ સાથે ઘણા બધા નુકશાન થયેલા.
‘તાઉતે’ વાવાઝોડાની અસર કાલે સાંજે દીવમાં જોવા મળી હતી. દીવમાં 125 વર્ષ જૂનો પીપળો વાવાઝોડામાં ધરાશાયી થઈ ગયો હતો. આ સાથે વાવાઝોડાએ ગુજરાતમાં તાંડવ મચાવાનું શરૂ કર્યું હતું.
કોડીનાર અને સુત્રાપાડામાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. 130 કિમીની ઝડપે તોફાની પવન ફુંકાયો અને નારિયેળીના ઝાડથી લઈ અંબાના વૃક્ષો સહીત બીજા અન્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. કોડીનારમાં છેલ્લા ગત રાતથી વિજળી ગુલ થઈ ગયેલ છે, અને આખુ કોડીનાર તાલુકો અંધારા પટમાં છે. જેમા કોડીનાર તાલુકાના કોટડા-માઢવડ બેટમાં ફેરવાયા છે. છારા અને મુળદ્વારકામાં દરિયો તોફાની બન્યો છે .દરિયા કાંઠાના દરેક મકાનો ધરાશાઈ બન્યા છે, અને અનેક જગ્યાએ મોટા ઝાડો ધરાશાઈ બન્યા છે.
ગતરાતથી વાવાઝોડાએ અમરેલી-જાફરાબાદ અને, ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે. સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદ પણ ચાલુ જ છે. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ગુલ થઈ છે.
વાવાઝોડાના કારણે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઘુંસિયાં ગામ ખાતે વ્યાપક નુકશાન થયું છે. ઘૂંસિયાં ગામ ખાતે વૃંદાવન ગીર ગૌચાળાની દીવાલો ધરાશાયી થઈ છે. આ સાથે ગીર સોમનાથના 58 ગામોનો વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. આ સાથે ગીર વિસ્તારમાં કેરીના પાકને ખુબ નુકશાન થયું છે. અંબા પર લટકતી મોટા ભાગની કેરીઓ વાવાઝોડાથી જમીન ગ્રસ્ત થઈ ગઈ હતી.
બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. રાજકોટ અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે આજી-2 ડેમ તેની નિર્ધારિત સપાટી એ ભરાઈ જતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવેલ છે. હાલ અત્યારે ‘તાઉતે’ વાવાઝોડા બોટાદ પર મંડરાય રહ્યું છે.