તાજેતરમાં જ કેટલીક જગ્યાએ નકલી સેનિટાઈઝર બનાવાતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બ્રાન્ડેડ કંપનીઓની જેમ બનાવટી સેનિટાઇઝર બનાવતા શખ્સો સામે કાર્યવાહી થઈ હતી. લોકો સેનિટાઈઝરનો ઉપયોગ તો કરી રહ્યા છે પરંતુ તે અસલી છે કે નકલી તે ઓળખવું મુશ્કેલ છે.જેથી આજે બંને વચ્ચેનો ભેદ જાણવાની સરળ રીત જોઈએ.
તમારા ઘરમાં લોટ હશે જ. પ્રથમ પરીક્ષણ લોટથી કરી શકાય છે. તમારા સેનિટાઇઝરને એક વાટકીમાં લો.એક ચમચી લોટ સાથે બાઉલમાં રેડવું. અને ત્યારબાદ લોટ બાંધવાનો પ્રયત્ન કરો. જો લોટ બંધાઈ જાય તો સેનિટાઇઝર નકલી છે તેમ સમજવું. જો લોટ છૂટો રહે તો સેનિટાઇઝર અસલી છે.
એક સહેલો રસ્તો આ પણ છે. બાઉલમાં થોડું સેનિટાઇઝર નાંખો. ત્યારબાદ તેના ઉપર હેર ડ્રાયર વડે હવા નાખો. જો સેનિટાઈઝર 5-7 સેકંડમાં સુકાઈ જાય છે તો તે વાસ્તવિક છે. બનાવટી સેનિટાઈઝર આવા સમયમાં સૂકાશે નહીં, તે વધુ સમય લેશે.