પેકેટ ફૂડ વસ્તુઓ ઉપર ‘ન્યુટ્રીશન વેલ્યુ’ પણ દર્શાવી પડશે !!!
લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ ઇકોમર્સ કંપની ખોરાકની ગુણવત્તા અંગે રેડ એલર્ટ આપશે જે માટે ઓનલાઇન મળતી વસ્તુઓ ઉપર હવે રેડ આપવામાં આવશે એટલું જ નહીં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયા એફએસએસઆઇ દ્વારા જે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે તેની અમલવારી ઓનલાઇન કંપનીઓએ પણ કરવી પડશે જેથી હવે ઓનલાઇન મળતી વસ્તુ સ્વાસ્થ્યવર્ધક છે કે કેમ તે અંગે પણ લોકો જાણી શકશે.
બીજી તરફ નવા નિયમો મુજબ પેકેટ ફૂડ વસ્તુઓ ઉપર હવે દરેક કંપનીઓએ ખોરાકની ન્યુટ્રીશન વેલ્યુ પણ લખવી અનિવાર્ય છે અને તેની અમલવારી ઓનલાઇન કંપનીઓએ પણ કરવી પડશે. એથી ખાદ્ય ચીજ વસ્તુ ખરીદતા લોકોને એ ખ્યાલ આવે કે તેઓ જે વસ્તુ ખરીદે છે તેમાં પેટ કેટલા પ્રમાણમાં છે મીઠાશ કેટલી છે અને મીઠું કેટલા પ્રમાણમાં છે. સરકારનો મુખ્ય લક્ષ્ય એ છે કે જે અખાદ્ય ચીજ વસ્તુઓ છે તેનું વેચાણ ઓછું થાય તે અત્યંત જરૂરી છે.
હાલ સરકાર આ વાતને ગંભીરતાથી લઈ રહ્યું છે અને એક સમય નિયમો બન્યા બાદ દરેક ઈ કોમર્સ કંપની જેવી કે સ્વિગી, ઇન્સ્ટામાર્ટ ડુંજો, બ્લીન્કેટ, ઝેપટો જેવી કંપનીઓએ આ નિયમનું પાલન કરવું પડશે. એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ઓનલાઈન કંપનીના તમામ માહિતી જે આપશે તેઓએ ભાવ જ્યાં લખેલા હોય તે નીચે જ આપવાની રહેશે સામે રે જે ખાદ્ય ચીજ વસ્તુઓનું રેટિંગ આપવામાં આવશે તેની પણ માહિતી ઓનલાઈન મૂકવી ફરજિયાત કરાશે. સપ્ટેમ્બર મહિનામાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયાએ ડ્રાફ્ટ રેગ્યુલેશન બનાવ્યા છે જેથી પેકેજ ફૂડના આગલા ભાગે ખાદ્ય ચીજ વસ્તુઓમાં વપરાશમાં લેવાયેલી તમામ ખાદ્ય સામગ્રી અને તેના ન્યુટ્રીશન વેલ્યુ ની માહિતી આપવી ફરજિયાત છે.
સૌથી મોટી વાત એ છે કે જો આ નિયમને અમલી બનાવવામાં આવે તો વેચાણ ઉપર તેની ઘણી માટી અસરનો સામનો કરવો પડશે કારણ કે લોકો પેકેજ ફૂડનો પાછલો ભાગ જ જોઈને જે તે ચીજ વસ્તુઓ ખરીદતા હોય છે ત્યારે હવે તેઓને આ તમામ માહિતી પ્રથમ ભાગ માજ મળતી રહેશે. અંગે ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવતી કંપનીઓને સરકારને અનેકવિધ રજૂઆતો પણ કરી છે તેથી તેમના વેચાણને કોઈ અસર ના પહોંચે.