માર્કેટમાં મળતા બ્યુટી પ્રોડક્ટસ નુકસાનકારક અને કેમીકલથી ભરેલા હોય છે આ પ્રોડક્સના જેટલા ફાયદા હોય છે તેનાથી વધુ તો નુકસાન કરતા હોય છે આ પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવામાં આવતી બ્યુટી પ્રોડક્સ વિશે જાણીએ
ગુલાબજળ અને ચંદનની પેસ્ટ લગાવો
સુંદર એન ગ્લોંઇગ સ્કિન માટે ચંદન ઘણાંજ ફાયદા કારક છે અઠવાડિયામાં બેવાર આ પેસ્ટ ચહેરા પર લગાવાથી ગ્લો આવે છે પેસ્ટ બનાવા માટે ૧ ચમચી ચંદન અને ૧ ચમચી કાચું દુધ મિક્સ કરીને પેસ્ટ બનાવો.
હળદર
હળદરના ફાયદાઓની કમી નથી જો તમને સ્ટ્રેચ માકર્સની પરેશાની છે તો બે ચપટી હળદર, ૧ ચમચી બેસન એન ૧ ચમચી દહીં મીક્સ કરીને ચહેરા પર મસાજ કરો.
મુલતાની માટી
મુલતાની માટીના બ્યુટી ફાયદાઓનું લીસ્ટ ઘણું લાબું છે જો તમે ચહેરાની ડલનેસથી પરેશાન છો તો એક ઇંડામાં ૧ ચમચી મુલતાની માટી એન ૧ ચમચી દહીં મીક્સ કરીને ચહેરા પર લગાવો.
બેસન :
ગોરી સ્કિન માટે દરરોજ ૫ ચમચી બેસન, ૧ ચમચી સંતરાના છાલનો પાઉડર એન ૧ ચમચી મલાઇ મીક્સ કરીને લગાવો. બે મિનિટ સુધી તેને સર્ક્યુલર મોશનમાં લગાવો એન સુકાઇ ગયા બાદ તેને ધોઇ લો.